લાઈફસ્ટાઈલ

આ 3 કલાકમાં સૌથી વધુ સક્રિય રહે છે ડેન્ગ્યુના મચ્છર,જાણો કેવી રીતે બચવું

દેશની રાજધાની દિલ્હી સહિત ભારતના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આલમ એ છે કે કેટલાક શહેરોમાં હોસ્પિટલોના બેડ ભરાઈ ગયા છે અને દર્દીઓને સારવાર માટે ચક્કર લગાવવા પડી રહ્યાં છે. આવી સ્થિતિમાં તમારે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે ડેન્ગ્યુના મચ્છર કયા સમયે સૌથી વધુ એક્ટિવ રહે છે અને તેનાથી કેવી રીતે બચાવ કરી શકાય છે. આ ઉપરાંત, તમને ડેન્ગ્યુના લક્ષણો અને યોગ્ય સારવાર વિશે માહિતી જણાવીશુ.

3 કલાક છે સૌથી વધારે જોખમી

ડેન્ગ્યુ ફેલાવનાર ADG મચ્છર મોટાભાગે દિવસ દરમિયાન કરડે છે. ખાસ કરીને સૂર્યોદયના બે કલાક પછી અને સૂર્યાસ્તના 1 કલાક પહેલા લોકોએ સૌથી વધારે સાવધાન રહેવાની જરૂર હોય છે. એવું કહેવામાં આવે છે કે જો આ ત્રણ કલાક તમે પોતાને મચ્છર કરડવાથી બચાવી લેશો તો તમને ડેન્ગ્યુ થવાનું જોખમ ઘણું ઓછું થઈ જશે. જો કે રાત્રિના સમયે પણ ડેન્ગ્યુના મચ્છર એક્ટિવ રહે છે, પરંતુ માત્ર એ જ જગ્યાએ જ્યાં કૃત્રિમ પ્રકાશનો વધુ પ્રકાશ હોય છે.

4 વાર ડેન્ગ્યુ થવાનું જોખમ

ડેન્ગ્યુ તાવ, જેને સામાન્ય રીતે બ્રેક બોન ફીવર (હાડકા તોડ તાવ) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ફલૂ જેવી બીમારી છે, જે ડેન્ગ્યુ વાયરસને કારણે થાય છે. આવું ત્યારે થાય છે, જ્યારે વાયરસ વાળા ADG મચ્છર કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે છે. ડેન્ગ્યુ સંક્રમણ DEN-1, DEN-2, DEN-3 અને DEN-4 વાયરસ દ્વારા ફેલાય છે. આ ચારે વાયરસને સેરોટાઇપ કહેવામાં આવે છે કારણ કે આ ચારે અલગ અલગ રીતે એન્ટિબોડીઝને અસર કરે છે. એટલે કે, તમે અલગ-અલગ ચાર વાર પણ ડેન્ગ્યુથી સંક્રમિત થઈ શકે છે.

ડૉક્ટર પાસે ક્યારે જવું?

ડેન્ગ્યુના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણના ચારથી છ દિવસ પછી દેખાવા લાગે છે જે લગભગ 2 અઠવાડિયા સુધી રહે છે. આ લક્ષણોમાં અચાનક ખૂબ જ તાવ, માથાનો દુખાવો, આંખોની પાછળનો દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, થાક, ઉલટી, ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. કયારેક ક્યારેક તેના લક્ષણો હળવા હોય છે અને લોકો તેને ભૂલથી ફલૂ અથવા અન્ય વાયરલ ઈન્ફેકશન (ચેપ) સમજી લે છે. જો તમારો તાવ દવાઓ લીધા પછી પણ મટી રહ્યો નથી, તો રાહ જોયા વગર ડેન્ગ્યુનો ટેસ્ટ કરાવવામાં જ સમજદારી છે.

ડેન્ગ્યુની સારવાર શું છે?

મેડિકલ સાયન્સ હજુ સુધી ડેન્ગ્યુનો કોઈ સત્તાવાર ઈલાજ શોધી શક્યું નથી. તેથી જ આજે પણ ડૉક્ટરો ડેન્ગ્યુના દર્દીને સાજા કરવા માટે એન્ટિ-વાયરલ અને પેનકિલર દવાઓ લેવાની સલાહ આપે છે, જેનાથી તાવ અને પીડાથી રાહત મળી શકે. જો કે, તેમાં અસ્પરિન અને આઇબુપ્રોફેન દવા લેવાની મનાઈ કરવામાં આવે છે. કારણ કે તેનાથી બ્લીડિંગ (લોહી વહેવા) ની સમસ્યા વધી શકે છે.

નિષ્ણાતોના મતે ડેન્ગ્યુ તાવમાં દર્દીએ ઘણો આરામ કરવો જોઈએ અને લોહીમાં પ્લેટલેટ્સની નિયમિત તપાસ કરાવવી જોઈએ. શરીરમાં પાણીની થોડી પણ કમી ન થવા દો અને ખૂબ જ પ્રવાહી આહાર લો. આ સમયે નારિયેળ પાણી પીવું સૌથી સારું હોય છે. તે પ્લેટલેટ્સ વધારવાનું પણ કામ કરે છે. આ સિવાય ગિલોય, પપૈયું, કીવી, દાડમ, બીટરૂટ અને લીલા શાકભાજીને આહારમાં સામેલ કરો.

ડેન્ગ્યુથી બચાવ કેવી રીતે કરવો?

ડેન્ગ્યુના મચ્છર મોટાભાગે દિવસ દરમિયાન કરડે છે. આ માટે દિવસમાં મચ્છરથી કરડવાથી પોતાને બચાવો. આ દિવસોમાં, ફુલ બાંયના કપડાં અને પગમાં શૂઝ પહેરીને રહો. શરીરને ગમે ત્યાંથી ખુલ્લું ન રાખો. ઘરની આસપાસ કે ઘરની અંદર ચોખ્ખું પાણી એકઠું ન થવા દો. જો કોઈ વાસણ કે ડોલમાં પાણી ભરીને રાખ્યું હોય તો તેને ઢાંકીને રાખી દો. જયારે, કુલર, ગમલા, ટાયરમાં જામી ગયેલું પાણી બહાર કાઢી દો. રાત્રે સૂતી વખતે મચ્છરદાની લગાવવી એ બચાવનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago