દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 અને 4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ 4 જુલાઈએ વીજળી મુદ્દે ટાઉન હોલ કાર્યક્રમમાં હાજરી આપશે. જેને લઈને આજે ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોઘી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ દિલ્હી નું ફ્રી વીજળી મોડલ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરશે. ગુજરાત સંગઠનના નવનિયુક્ત 7500 પદાધિકારીઓને અરવિંદ કેજરીવાલ શપથ લેવડાવશે.
ભાજપ મફત વીજળી નો વિરોધ કરે તો હું સી.આર. પાટીલ અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે સૌ પ્રથમ તેઓ પોતે મફત વીજળી લેવાનું બંધ કરે. અરવિંદ કેજરીવાલ ગુજરાત રાજ્યના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે ગુજરાત આવી રહ્યા છે. જેમાં હાલમાં 6000 થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલા 1500 લોકોનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલ આવતીકાલે બપોરે 2 વાગ્યે અમદાવાદ આવશે. ત્યારબાદ નવનિયુક્ત પદાધિકારીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારોને શપથ લેવડાવશે. આ કાર્યક્રમ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં કરવામાં આવશે. ગુજરાતની જનતા ની સારી સેવા કરવી જોઈએ, આવનારી ચૂંટણીમાં પક્ષ ને મજબૂત સ્થિતિમાં મૂકવો જોઈએ અને પોતાના પદ ની તમામ જવાબદારીઓ નિભાવવી જોઈએ, આ તમામ બાબતો માટે શપથ લેવડાવવામાં આવશે. અમારો મુદ્દો છે કે જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે છે તો ભ્રષ્ટ ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી? ત્યારે ગુજરાતની જનતા પણ મફત વીજળીની માંગ કરી રહી છે.
આ આંદોલનને આગળ લઈ જતા 4 જુલાઈના રોજ વીજળીના મુદ્દે ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર માં યોજાશે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોરે 11:00 થી 1:00 વાગ્યા સુધી હાજર રહેશે. આ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…