રશિયન સેનાના મેલિટોપોલ શહેરના મેયરના અપહરણ બાદ લોકો વિરોધમાં રસ્તા પર ઉતર્યા
Ukraine ના શહેર મેલિટોપોલના રહેવાસીઓ રશિયન સૈન્ય દ્વારા મેયરના કથિત અપહરણ બાદ વિરોધ પર ઉતરી આવ્યા છે. યુક્રેનના સત્તાવાળાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રશિયાએ મેલિટોપોલ શહેર ના મેયર ઈવાન ફેડોરોવનું અપહરણ કરવામાં આવ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના નાયબ વડા, કિરીલ ટિમોશેન્કો દ્વારા સૌપ્રથમ આ જાહેરાત કરવામાં આવી હતી. તેમના દ્વારા શુક્રવારના રોજ સોશિયલ મીડિયા સાઇટ ટેલિગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેયર ઇવાન ફેડોરોવને એક ચોક પર લઈ જતું સશસ્ત્ર માણસોનું જૂથ દેખાડવામાં આવ્યું હતું.
તેની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ એક વીડિયો સંબોધનમાં રશિયા પર આતંકવાદના નવા તબક્કામાં પ્રવેશવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રશિયન દળો દ્વારા યુક્રેન પરના આક્રમણના બીજા દિવસે 25 ફેબ્રુઆરીના રોજ 150,000 ની વસ્તીવાળા દક્ષિણ બંદર શહેર મેલિટોપોલ પર કબજો કરવામાં આવ્યો હતો. પૂર્વી યુક્રેનમાં મોસ્કો સમર્થિત બળવાખોરોનો વિસ્તાર, લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકની ફરિયાદીની ઓફિસ દ્વારા તેની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું કે, ફેડોરોવ સામે ફોજદારી કેસ થયેલો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ફેડોરોવ દ્વારા થોડા દિવસો પહેલા એક નામી ચેનલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમનું વહીવટીતંત્ર રશિયનો સાથે “કોઈપણ રીતે સહકાર આપવા માટે તૈયાર નથી”. તેમણે જણાવ્યું હતું કે, આક્રમણકારી દળોએ તેમની ઓફિસોમાં તોડફોડ કરી હતી. તેમની ટીમને અન્ય સ્થળે ખસેડવામાં આવી, જ્યાં તેઓ તેમનું શહેર ચલાવવાનું ચાલુ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેલિટોપોલમાં રશિયાના કબજા બાદ દરરોજ વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. શનિવારના સેંકડો લોકો દ્વારા મેયરને મુક્ત કરવાની માંગ સાથે વહીવટીતંત્રની ઇમારતને ઘેરી લેવા આવી હતી.