IPL ની 15 મી સીઝનની બીજી મેચમાં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ આ મેચમાં એક સમય તરફ આગળ વધી રહી હતી. પરંતુ ત્યારે દિલ્હી કેપિટલ્સે લલિત યાદવ અને અક્ષર પટેલની વિસ્ફોટક ઇનિંગ્સના આધારે ચાર વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી હતી.
મુંબઇ ઇન્ડિયન્સે ટોસ પ્રથમ બેટિંગ કરી અને 5 વિકેટમાં 177 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જે દિલ્હી કેપિટલ્સ દ્વારા 18.2 ઓવરમાં છ વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી લેવામાં આવ્યો હતો. મુંબઈની હાર માટેનું કારણ તેમની બોલિંગ જ રહી હતી. મુંબઇના બોલરોએ છેલ્લી ઓવરમાં ખૂબ રન આપ્યા હતા. જેમાં ફાસ્ટ બોલર ડેનિયલ સેમ્સ (Daniel Sams) સૌથી આગળ રહ્યા હતા.
ડેનિયલ સેમ્સે 4 ઓવરના પોતાના સ્પેલમાં 57 રન આપ્યા હતા. મેચ દરમિયાન, મુંબઇના બોલરોની ખૂબ ધોલાઈ કરતા દિલ્હીના બેટ્સમેન અક્ષર પટેલ અને લલિત યાદવે છેલ્લી 5 ઓવરમાં 75 રન કરી નાખ્યા હતા. તેની સાથે મુંબઈને જીતથી રોક લીધું હતું. ડેનિયલ સેમ્સ તેની સાથે આઇપીએલમાં અણધાર્યો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
ડેનિયલ સેમ્સે આઈપીએલ ઇતિહાસમાં કોઈ એક મેચમાં સૌથી વધુ રન આપનાર મુંબઈ ઇન્ડિયન્સના બીજા સૌથી ખર્ચાળ બોલર બની ગયા છે. ભૂતપૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગા અત્યાર સુધી આ યાદીમાં ટોપ પર છે. લસિથ મલિંગાએ 58 રન આપ્યા હતા. લસિથ મલિંગા હજુ પણ આઈપીએલ ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સના સૌથી ખર્ચાળ બોલર છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…