ક્રાઇમગુજરાતસમાચાર

દલિત વરરાજા ઘોડા પર ચઢતા લોકોએ કર્યો પથ્થરમારો, 28 વિરુદ્ધ કેસ

દલિત વરરાજા ઘોડા પર ચઢતા લોકોએ કર્યો પથ્થરમારો, 28 વિરુદ્ધ કેસ

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે જેને લઈને શહેરના અને ગામડાઓના રસ્તા શેરીઓમાં લગ્નના વરઘોડા નજરે પડે છે. આ લગ્નના વરઘોડામાં લોકો ડીજે, બેન્ડબાજા કાઢે છે. પરંતુ આજે પણ આપણા દેશના ઘણા એવા ગામો છે જેમાં દલિતો પાર અત્યાચાર કરવામાં આવે છે અને તેમના માટે તેમના ગામમાં આવા વરઘોડા કઢવાની રાજા આપતા નથી. ત્યારે આજે પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. આ કેસ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોતા ગામમાં બની હતી.

જો કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક દલિત વરને ઘોડી પર બેસતા અટકાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આટલું જ નથી આ દલિતના વરઘોડા પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસમાં જાણ કરતા પોલીસે એક ગામના સરપંચ સહિત 28 લોકોની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે હાલમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વરઘોડામાં પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.

આ ઘટનાને લઈને SC-ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાનૂની સભા (IPC કલમ 143), ફોજદારી ધમકી (506) માટે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. અને આ મામલાની તપાસ SC-ST શાખાના નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે. જો કે તમને જણાવ્યું છે કે આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

જો કે આ ઘટનામાં આ દલિત યુવક ઘોડા પર બેસશે તેની જાણ અગાઉથી થતા વરરાજાના પિતાને ફોન કરીને આનું પરિણામ ભોગવવા કહ્યું હતું, અને બાદમાં આ અંગે મિટિંગ કરતા રાજપૂત અને અન્ય 27 લોકોએ જાહેરમાં વરરાજાના પરિવારને કહ્યું હતું કે અનુસૂચિત સમુદાયના લોકો લગ્નમાં ઘોડા પર બેસી શકતા નથી, કારણ કે “તે સદીઓથી પરંપરા રહી હોવાનું કહ્યું હતું. કેટલાક આરોપીઓએ જાતિવાદી ટીપ્પણી કરી હતી અને અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસને જાણ થતા અને ઘટન સ્થળે તાત્કાલિક દોડી આવતા મામલો શાંત પડ્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button