ક્રાઇમ

Cyber Crime Alert: ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે રાખો આ 5 વાતોનું ધ્યાન, સુરક્ષિત રહેશે તમારા પૈસા

Cyber Crime Alert: ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે રાખો આ 5 વાતોનું ધ્યાન, સુરક્ષિત રહેશે તમારા પૈસા

Cyber Crime Alert: દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યાં ડિજિટલ લેવડદેવડ વધી રહી છે, તો ત્યાં સાયબર ક્રાઈમના કેસમાં પણ વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, સાયબર ક્રાઈમના કેસમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે. આ સાથે જ ગૃહ સમિતિએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હવે ગુનેગારો નવી નવી રીતો અપનાવી ગુના કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એવી પાંચ વાતો જણાવીશું, જેના દ્વારા તમે સુરક્ષિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન તો કરશો પરંતુ ઓનલાઈન છેતરપિંડીથી પણ બચી શકશો.

QR કોડનું રાખો ધ્યાન: ઘણીવાર આપણે કોઈપણ ઉત્પાદનની ખરીદી અથવા લેવડદેવડ કરતા સમયે QR કોડને સ્કેન કરીએ છીએ. આવી સ્થિતિમાં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જ્યારે પણ QR કોડ (QR Code) સ્કેન કરીને પેમેન્ટ કરો, તો ડિસ્પ્લે થઇ રહેલ નામને જરૂરથી તપાસ કરો. આ ઉપરાંત, આ વાતની પણ ખાતરી કરી લો કે આપણે જે ચૂકવણી કરી રહ્યા છીએ તે યોગ્ય ખાતામાં જઈ રહ્યા છે કે નહીં. ખરેખર, છેતરપિંડી કરનારાઓ મોટા વેપારીના QR કોડને તેમના પોતાના QR કોડથી બદલી દેતા હોય છે. આવી સ્થિતિમાં, પેમેન્ટ છેતરપિંડી કરનારાઓના ખાતામાં જતા રહે છે.

શંકાસ્પદ વેબ લિંક્સ અથવા ઈમેલ પર ન કરો ક્લિક: એવા ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે સાયબર ગુનેગારો ડિવાઈસને હેક કરવા માટે મેસેજ અથવા ઈમેલ દ્વારા વેબ લિંક્સ (web links) મોકલે છે. ઠગોની આ લિંકમાં માલવેર કે વાયરસ રહે છે. જો સામેની વ્યક્તિ અજાણતા અથવા જિજ્ઞાસાવશ તે લિંક પર ક્લિક કરે છે, તો સાયબર ગુનેગારો ઉપકરણને તેમના નિયંત્રણમાં લઈને વ્યક્તિગત વિગતોની ચોરી કરી લે છે. આવી સ્થિતિમાં, કોઈપણ શંકાસ્પદ વેબ લિંક અથવા ઇમેઇલ પર ક્લિક કરવાથી બચો નહીંતર તમને મોટું નુકસાન થઇ શકે છે.

પબ્લિક Wi-Fi નો ઉપયોગ કરવાથી બચો: જો તમે કોઈ પબ્લિક વાઇ-ફાઇ (Wi-Fi) નો ઉપયોગ કરીને ઑનલાઇન ચુકવણી કરો છો, તો તે ખરીદવું જોખમ જેટલું છે. કારણ કે, મોટાભાગના સાયબર ગુનેગારો પબ્લિક વાઈ-ફાઈ (Wi-Fi) દ્વારા કરવામાં આવેલ પેમેન્ટની વિગતો પર નજર રાખતા રહે છે. આ ઉપરાંત પબ્લિક Wi-Fi થી લોગિન આઈડી અને પાસવર્ડ હેક થવાનું પણ જોખમ ઘણું વધારે રહે છે. જેનાથી તમારે બચવું જોઈએ.

ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો કરો ઉપયોગ: જો કોઈ વ્યક્તિ ફોનમાં હાજર એપ અથવા નેટબેંકિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન (લેવડદેવડ) કરે છે, તો તેને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (Two-Factor Authentication) નો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ, કોઈપણ લેવડદેવડ ઓથેન્ટિકેશન વગર પૂરું થઇ શકશે નહીં.

અલગ અને મજબૂત પાસવર્ડ આજની જરૂરિયાત: ઘણીવાર લોકો તેમની પર્સનલ માહિતી સાથે સંકળાયેલી તારીખો ને જ તેમનો UPI અથવા NetBanking પાસવર્ડ બનાવી લે છે. તેની પાછળનું મુખ્ય કારણ દર વખતે પાસવર્ડ ભૂલી જવાનું હોય છે, જેના કારણે દરેક લોકો આવો સરળ પાસવર્ડ પસંદ કરતા હોય છે. જો કે આપણે આવું કરવાથી બચવું જોઈએ. ધ્યાનમાં રાખો કે ક્યારેય Gmail, UPI અથવા NetBankingનો પાસવર્ડ તમારા નામ, પિતાના નામ, બાઇક-કાર નંબર અથવા તમારા જન્મ વર્ષ પર ન રાખવો જોઈએ.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago