દેશની ત્રણ સૌથી મોટી બેંકોએ ફિક્સ ડિપોઝિટ (FD) પર ઉપલબ્ધ વ્યાજમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એટલે કે, જો તમે એક નિશ્ચિત સમયગાળા માટે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરી છે, તો વધુ વ્યાજ દર ઓફર કરવામાં આવશે. SBI અને PNBના નવા વ્યાજ દરો 14 જૂન, 2022થી સમગ્ર દેશમાં લાગુ થશે. જ્યારે IDBIનો નવો વ્યાજ દર 15મી જૂન 2022 એટલે કે આજથી લાગુ થશે.
SBIએ વ્યાજ દરોમાં કર્યો છે ફેરફાર
SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં 0.15 થી 0.20 ટકાનો વધારો કર્યો છે. SBI અનુસાર, 2 કરોડ રૂપિયાથી ઓછી અને 211 દિવસથી 3 વર્ષમાં પાકતી FD પર વધુ વ્યાજ મળશે. મતલબ કે 7 દિવસથી 210 દિવસની FD પરનો વ્યાજ દર પહેલા જેવો જ રહેશે. જ્યારે 211 દિવસથી લઈને 2 વર્ષથી ઓછા સમયગાળાની FD પર વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 2 વર્ષથી લઈને ત્રણ વર્ષથી ઓછા સમયગાળાની FD પર વ્યાજ દરમાં 0.15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત, 3 વર્ષથી 10 વર્ષ સુધીની એફડીના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થતો નથી.
SBI FD નવા વ્યાજ દરો
7 દિવસથી 45 દિવસ સુધી 2.90 ટકા
46 દિવસથી 179 દિવસ સુધી 3.90 ટકા
180 દિવસથી 210 દિવસ સુધી 4.40 ટકા
211 દિવસથી વધુ પરંતુ 1 વર્ષથી ઓછા 4.60 ટકા
1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછા 5.30 ટકા
2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી ઓછા 5.35 ટકા
3 વર્ષથી ઉપર પરંતુ 5 વર્ષથી ઓછા 5.45 ટકા
5 વર્ષથી ઉપર અને 10 વર્ષ સુધી 5.50 ટકા
વરિષ્ઠ નાગરિકો માટે SBI FD દરો
7 દિવસથી 45 દિવસ સુધી 3.40%
46 દિવસથી 179 દિવસ સુધી 4.40 ટકા
180 દિવસથી 210 દિવસ સુધી 4.90 ટકા
211 દિવસથી વધુ પરંતુ 1 વર્ષથી ઓછા 5.10 ટકા
1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછા 5.80 ટકા
2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી ઓછા 5.85 ટકા
3 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછા 5.95 ટકા
5 વર્ષથી ઉપર અને 10 વર્ષ સુધી 6.30 ટકા
પંજાબ નેશનલ બેંક (PNB) એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
PNB નો નવો FD વ્યાજ દર
7 થી 45 દિવસ – 3 ટકા
46 થી 90 દિવસ -3.25 ટકા
91 થી 179 દિવસ – 4 ટકા
180 દિવસથી 1 વર્ષથી ઓછા – 4.5 ટકા
1 વર્ષથી 2 વર્ષ વચ્ચે – 5.2%
2 વર્ષથી ઉપર અને 3 વર્ષ સુધી – 5.30 ટકા
3 વર્ષથી ઉપર અને 5 વર્ષથી ઓછા – 5.50 ટકા
5 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેના – 5.60 ટકા
IDBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી મુદતની થાપણો પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. IDBIના વધેલા વ્યાજ દર 15 જૂન, 2022થી લાગુ થશે. આ વ્યાજ દર ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ, નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO) અને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRE) ટર્મ ડિપોઝિટ પર લાગુ થશે.
IDBI ના નવા FD વ્યાજ દરો
91 દિવસથી 6 મહિના – 4 ટકા
3 વર્ષથી 5 વર્ષ – 5.60 ટકા
5 વર્ષ સુધી – 5.75 ટકા
5 વર્ષથી 7 વર્ષ – 5.75 ટકા
7 વર્ષથી 10 વર્ષ – 5.75 ટકા
ટેક્સ સેવિંગ FD (5 વર્ષ) – 5.75 ટકા
વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 2 કરોડથી ઓછા
91 દિવસથી 6 મહિના – 4.50 ટકા
3 વર્ષથી 5 વર્ષ – 6.35 ટકા
5 વર્ષ સુધી – 6.50 ટકા
5 વર્ષથી 7 વર્ષ – 6.50 ટકા
7 વર્ષથી 10 વર્ષ – 650%
કર બચત (5 વર્ષ) – 6.50 ટકા