ટેક્નોલોજી

BSNL ના આ બે શાનદાર પ્લાનમાં ગ્રાહકોને મળી રહી છે આ ખાસ ઓફર….

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તેના પ્રીપેડ પ્લાનની સાથે યુઝર્સને એક ખાસ ઓફર આપી રહી છે, જે 31 માર્ચ, 2022 ના રોજ સમાપ્ત થઈ જશે. આ ઓફર બે પ્રીપેડ પ્લાન્સ પર ઉપલબ્ધ છે, આ બંને થોડા મોંઘા પ્લાન છે. બંને પ્લાન એડીશનલ વેલીડીટી સાથે આવશે. અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે 2999 અને 2399 રૂપિયામાં આવે છે. તો આવો પ્લાન્સથી મળનાર બેનીફીટ્સ પર નજર કરીએ…..

એડીશનલ વેલીડીટી સાથે BSNL નો 2999 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
BSNL પોતાના 2999 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે 90 દિવસનું એડીશનલ વેલીડીટીની ઓફર આપી રહ્યું છે. ગ્રાહકોને 2999 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે લગભગ ત્રણ મહિનાની ફ્રી સેવા મેળવવી હોય તો તેમને 31 માર્ચ 2022 પહેલા રિચાર્જ કરાવવું પડશે. સામાન્ય તરીકે, આ પ્લાન 365 દિવસની વેલીડીટી આપે છે. પરંતુ ૯૦ દિવસની એડીશનલ સર્વિસની સાથે વપરાશકર્તાઓને 455 દિવસની વેલીડીટી મળશે. તેના સિવાય આ પ્લાનની સાથે ઉપયોગકર્તાઓને 3 GB દરરોજ ડેટા, અનલીમીટેડ વોઈસ કોલ અને દરરોજ 100 SMS મળે છે. આ પ્લાનમાં દરરોજનો ખર્ચ માત્ર 6.59 આવશે.

સામાન્ય વેલીડીટી સાથે BSNL નો 2399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
BSNL નો 2399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ 365 દિવસની સામાન્ય વેલીડીટી સાથે આવે છે. તેમ છતાં 31 માર્ચ, 2022 સુધી સ્પેશલ ઓફર હેઠળ યુઝર્સને આ પ્લાન સાથે 60 દિવસની વધારાની સવિર્સ મળશે. જ્યારે આ પ્લાનની સાથે કુલ વેલિડિટી 425 દિવસની રહેશે. આ પ્લાન સાથે યુઝર્સને દરરોજ 2 GB ડેટા, દરરોજ 100 SMS અને અમર્યાદિત કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં દૈનિક ખર્ચ માત્ર 5.64 આવશે..

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago