અજબ ગજબ

ગાયનું આ માસૂમ વાછડુ માણસોની જેમ બે પગે ચાલે છે, વીડિયો જોઈ ભાવુક થયા લોકો.

ગાયનું આ માસૂમ વાછડું માણસોની જેમ બે પગ પર ચાલે છે આ તેનો શોખ કે હુનર નથી, તેની મજબુરી છે. ગાયનું આ માસૂમ વાછડું હમણાં સોશીયલ મીડિયામાં ઘણું વાયરલ થઈ રહ્યું છે. તેના વાયરલ થવા પાછળનું કારણ છે એનું બે પગ પર ચાલવું, જી હા આ વાછડાને જન્મથી જ આગળના બે પગ નથી.

તો પણ આ વાછડું હિમ્મત કરીને પાછળનાં બે પગ વડે માણસોની જેમ ચાલે છે. આ વાછડાનો વીડિયો લોકોને અચરજમાં મુકી રહ્યો છે તો કેટલાક લોકો આના માટે ભાવુક પણ થઈ રહ્યા છે. આ વીડિયોને ફેસબુક પર સાકેત એન્ડ શતાબ્દી નામના પેજ પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો ક્યાનો છે એની જાણકારી નથી પણ બે પગ પર ચાલતા વાછડાને જોઈને લોકો હેરાન થઈ રહ્યા છે.

આને જન્મથી જ આગલા બે પગ નથી. તો પણ એ લાચાર બની ને બેઠું નથી એ પ્રયાસ કરીને પાછલા બે પગે ચાલતા શીખ્યું અને હવે ચાલે પણ છે. જો કે અત્યારે પણ એ થોડુ ડગમગાય છે તો પણ એને પ્રયાસ કરતું જોઈ લોકો એની હિંમતના વખાણ કરી રહ્યા છે.

આ કોઈ ગામનો વીડિયો લાગે છે જેમા વાછડાની મા પણ દેખાય છે અને આસપાસના લોકો પણ જોઈ રહ્યા છે. વાછડું ચારાનાં ઢગલા તરફ જતું દેખાય છે. આ વાડિયો ૧ જૂને પોસ્ટ કરમાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને લગભગ ૧૧ લાખ લોકો આ વીડિયોને લાઈક કરી ચુક્યા છે અને ૨૧ હજાર લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે.

મોટાભાગના લોકો વાછડાની હિંમતના વખાણ કરવા સાથે તેના ઈલાજ માટે પણ માંગણી કરી રહ્યા છે. યુઝરોનું કહેવું છે કે આ વાછડાને પશુ ચિકિત્સકને બતાવવું જોઈએ કે જેથી તેને નકલી પગ લગાડીને મદદ કરી શકાય. કેટલાક લોકોનું કહેવું છે કે જેમ જેમ આનું વજન વધશે તેમ તેમ તેને વધુ તકલીફ થઈ શકે છે એટલા માટે તેનો વહેલી તકે ઈલાજ કરવો જોઈએ.

[quads id=1]

Related Articles

Back to top button