રાજકારણ

ભ્રષ્ટ ભાજપ ના નેતાઓ સદસ્યતા અભિયાન ચલાવી બળજબરીપૂર્વક પ્રિન્સીપાલ પાસે નોટિસ લખાવે છે : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ વિડિઓ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા કહ્યું કે, ભાજપ કોલેજમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બળજબરીપૂર્વક ભાજપમાં જોડાવા પ્રયત્નો કરે છે એવી ખબરો તો સમાચાર માં દિવસે ને દિવસે જોવા મળતી જ હોય છે. એ જ ક્રમ માં ભાજપે પ્રગતિ કરતા સોમવારે બહુચરાજી સરકારી આર્ટસ કોલેજમાં તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશ ચૌહાણ, યુવા ભાજપ પ્રમુખ નીરવ રાવલ સહિત 8-10 હોદ્દેદારો અને કાર્યકરો કોલેજના પ્રિન્સિપાલ ની પૂર્વ મંજૂરી લીધા વિના અંદર ઘુસી ગયા હતા.

ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપનું મોડલ ફેલ થઇ ગયું છે. ભાજપના લોકો ને હવે કોઈ ગામમાં ઘૂસવા નથી દેતા. ‘વંદે ગુજરાત’ ના નામે 20 વર્ષના સુશાસન ની વાત કરીને ભ્રષ્ટ ભાજપ વાળા નીકળ્યા હતા. કેશુભાઈ નું અપમાન કરીને ભાજપ વાળા નીકળ્યા હતા કે એમના શાસનમાં કુશાસન હતું અને હવે અમે સુશાસન સ્થાપિત કર્યું છે. પરંતુ ક્યાંય ભ્રષ્ટ ભાજપને સહયોગ ના મળતા આખરે એમને નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ કરીને કોલેજો માં જઈને સદસ્યતા અભિયાન ચાલુ કર્યું.

જે વાલીઓ ખુબ જ આશા થી પોતાના બાળકોને ભણવા માટે, કઈંક બનવા માટે સ્કૂલ-કોલેજો માં મોકલે છે, ત્યાં ભ્રષ્ટ ભાજપ ના નેતાઓ પહોંચી સદસ્યતા અભિયાન ચલાવી બળજબરીપૂર્વક પ્રિન્સીપાલ પાસે નોટિસ લખાવે છે. પ્રિન્સીપાલ ને કહેવામાં આવે છે કે તમે બાળકો ને હુકમ કરો કે તે સદસ્યતા અભિયાન માં જોડાય. આમ ભ્રષ્ટ ભાજપ ના નેતા ઓ સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મજબૂરીમાં કાર્યકર્તા બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે ભાજપમાં જોડાવા આવે છે? જો ભાજપને લોકો એટલો જ પ્રેમ કરતા હોય તો ભાજપ ના નેતા ઓ એ આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની શું જરૂર હતી. આજ સુધી ભાજપ એ જનતા માટે કઈ કર્યું નથી, પણ કમ સે કમ ભાજપ શિક્ષણ ને તો રાજનીતિ થી દૂર રાખે. સારી સરકારી શાળાઓ અને કોલેજો તો ભાજપે આપી નથી, ખાનગીકારણ કરીને વાલીઓને ફીસ ના નામે લૂંટવામાં આવે છે. છતાંય વિદ્યાર્થીઓને તમે ભાજપ ના સભ્યો બનાવવા માંગો છો, તે અત્યંત શરમજનક વાત છે.

જ્યારે આ ઘટનાનો વિદ્યાર્થીઓ એ વિરોધ કર્યો તો એમને ભાજપ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટી આ નિમ્ન કક્ષાની રાજનીતિ નો વિરોધ કરે છે. આમ આદમી પાર્ટી, ભાજપ દ્વારા કરવામાં આવતી આ બધી હરકતો ની વિરુદ્ધ છે. આમ આદમી પાર્ટી ની અપીલ છે કે, આ ઘટનામાં સામેલ ભાજપના દરેક નેતા અને કાર્યકર્તા વિરુદ્ધ વહેલી તકે સખત પગલાં લેવામાં આવે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago