દિલ્હીમાં કોરોનાનો કહેર પડ્યો શાંત, આજના કેસમાં થયો ધરખમ ઘટાડો
દિલ્હીમાં થોડા દિવસો પહેલા સતત કોરોનાના કાળો કહેર જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે કોરોનાનો કહેર હવે ધીરે-ધીરે શાંત પડતો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2272 કોરોનાના કેસ સામે આવ્યા છે. તે એક રાહતની વાત છે કેમકે દિલ્હીમાં સતત વધી રહેલા કોરોનાના કેસમાં બ્રેક લાગી ગયો છે.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ, છેલ્લા એક દિવસમાં 59036 સેમ્પલની તપાસમાં ૩.૮૫ ટકા કોરોના સંક્રમિત સામે આવ્યા છે. આ અગાઉ 31 ડીસેમ્બરના ચાર ટકા ઓછા સંક્રમણના કેસ નોંધાયા હતા.
તેની સાથે જ દિલ્હીમાં કુલ કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 18,40,919 પહોંચી ગઈ છે જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 18,૦૩,251 પહોંચ્યો છે. આ સિવાય મોતનો આંકડો 25952 પહોંચ્યો છે. જ્યારે કોરોનાના સક્રિય આંકડાઓની વાત કરવામાં આવે તો કોરોનાની સંક્રમિત સંખ્યા 11716 પહોંચી ગઈ છે. તેમાંથી 8170 દર્દીઓ ઘરમાં સારવાર હેઠળ રહેલા છે. જયારે કોવિડ મોનિટરિંગ સેન્ટરમાં 136 દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે.
જ્યારે પાંચ દર્દીઓને કોરોના સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સાથે હોસ્પિટલોમાં 1200 દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમાંથી 460 દર્દીઓ આઈસીયુમાં દાખલ છે. જયારે 398 દર્દીઓને ઓક્સીજન થેરેપી આપવામાં આવી રહી છે. તેમાંથી 94 દર્દીઓની હાલત ગંભીર છે જે વેન્ટીલેટર પર રહેલા છે. તેના સિવાય દિલ્હીમાં કોરોનાની રસીનો આંકડો 1.24 કરોડ પાર થઈ ગયો છે.