સમાચારસ્વાસ્થ્ય

ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટ્યો પરંતુ આ બાબત ચિંતા વધારનાર

ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટ્યો પરંતુ આ બાબત ચિંતા વધારનાર

ગુજરાતમાં સતત કોરોનાનો કહેર ઘટતો જોવા મળી રહ્યો છે. તેની સાથે રાજ્યમાં કોરોનાની વેક્સીનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ગુજરાતમાં વેક્સિનેશન ડોઝનો આંકડો 10 કરોડથી વધુ થઈ ગયો છે. કોરોનાના 5.16 કરોડ દ્વારા પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે જ્યારે 4.72 કરોડ ફૂલ્લી વેક્સિનેટેડ થયેલ છે. આ સિવાય 17.47 લાખને પ્રીકોશન ડોઝ પણ આપવામાં આવેલ છે.

તેમ છતાં રાજ્યમાં 4.51 લાખ સિનિયર સિટીઝન એવા છે જેમણે વેક્સિનનો એકપણ ડોઝ હજુ સુધી લીધો નથી. આ સિવાય 1.52 લાખ સિનીયર સિટીઝનો દ્વારા વેક્સિનનો માત્ર એક ડોઝ જ લેવામાં આવેલ છે. તેના લઈને આ બાબતમાં ચર્ચાનું કારણ બનેલ છે.

તાજેતરના આંકડા મુજબ, 8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર નજર કરવામાં આવે તો સમગ્ર દેશમાં 60 થી વધુ વયના 1.20 કરોડ વ્યક્તિઓને હજુ સુધી કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લેવામાં આવ્યો નથી. ગુજરાતમાં સિનિયર સિટીઝનોમાંથી 4,51,797 દ્વારા એકપણ ડોઝ લેવામાં આવ્યો નથી જ્યારે 1,52,415 દ્વારા માત્ર એક ડોઝ લેવામાં આવેલ છે.

આ સિવાય તામિલનાડુમાંથી સૌથી વધુ 26.26 લાખ, પશ્ચિમ બંગાળમાંથી 15.06 લાખ, મહારાષ્ટ્રમાંથી 13.02 લાખ, ઉત્તર પ્રદેશમાંથી 12.01 લાખ સિનીયર સિટીઝન દ્વારા કોવિડ વેક્સિનનો એકપણ ડોઝ લેવામાં આવેલ નથી. જ્યારે ગુજરાતમાં સિનીયર સિટીઝનોને કુલ 1.43 કરોડ વેક્સિનેશન ડોઝ આપવામાં આવેલ છે.

તેની સાથે 15 થી 17ની વય 40.94 લાખ, 18 થી 44ની વયમાં 5.90 કરોડ, 45 થી 60ની વયમાં 2.31 કરોડ દ્વારા વેક્સિન લેવામાં આવેલ છે. વેક્સિનની વાત કરી તો જેમાં 5.39 પુરુષ અને 4.49 કરોડ મહિલાઓ દ્વારા લેવામાં આવી છે. ગુજરાતમાં કોવિશિલ્ડ લેનારા 8.12 કરોડ અને કોવેક્સિન લેનારા 1.43 કરોડ રહેલ છે. 8 ફ્રેબુઆરીની સ્થિતિને જોતા ગુજરાતમાં 18 થી ઓછી વયજૂથમાં 28.38 લાખ દ્વારા પ્રથમ ડોઝ અને 9.39 લાખ દ્વારા બંને ડોઝ લેવામાં આવેલ છે.

[quads id=1]

Related Articles

Back to top button