સમાચાર

મહારાષ્ટ્રમાં કોરોના પ્રતિબંધો હટાવ્યા, ઉદ્ધવ સરકારે માસ્કને લઈને કરી મોટી જાહેરાત

ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે રાજ્યમાં લાગુ તમામ કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં મળેલી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું છે કે, 2 એપ્રિલથી રાજ્યમાં ફેસ માસ્ક પહેરવાનું સ્વૈચ્છિક રહેશે. એટલે કે હવે આ જનતા પર નિર્ભર રહેશે કે તે માસ્ક પહેરે અથવા ના પહેરે.

તેમણે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટોપેએ જણાવ્યું છે કે, મરાઠી નવું વર્ષ નવા ગુડી પડવાથી રોગચાળાના રોગો અધિનિયમ અને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળના તમામ કોરોના સંબંધિત પ્રતિબંધો પરત ખેંચી લેવામાં આવશે. મહારાષ્ટ્રમાં બે વર્ષથી વધુ સમય બાદ ફરજિયાત માસ્ક પહેરવા સહિત રોગચાળા સંબંધિત તમામ પ્રતિબંધો લાગુ છે.

તહેવારો પહેલા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી રાહતના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે ગુડી પડવા 2જી એપ્રિલના છે અને આ દિવસથી પ્રતિબંધોમાં પણ રાહત આપવામાં આવશે. આ દરમિયાન માસ્ક પહેરવું જરૂરી નથી.

મહારાષ્ટ્રના મંત્રી જિતેન્દ્ર આવ્હાડે પણ આ અંગે ટ્વિટ કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, રાજ્ય કેબિનેટે રાજ્યમાં હાલના તમામ કોવિડ-19 પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવી શકે છે, માસ્ક પહેરવું ફરજિયાત રહેશે નહીં. આ નિર્ણય 2 એપ્રિલથી લાગુ થશે.

[quads id=1]

Related Articles

Back to top button