ક્રાઇમ

કોન્ટ્રાક્ટરે કર્યું સગીર પર દુષ્કર્મ, માતાને જણાવી આપવીતી તો માં એ કહ્યું- ચૂપ થઇ જા

કોન્ટ્રાક્ટરે કર્યું સગીર પર દુષ્કર્મ, માતાને જણાવી આપવીતી તો માં એ કહ્યું- ચૂપ થઇ જા

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક 58 વર્ષીય વ્યક્તિએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ આરોપીએ સગીરને કામ કરાવવાના બહાને તેના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પીડિતાએ તેની માતાને આરોપીના આ કૃત્ય વિશે જણાવ્યું તો માતાએ તેને ચૂપ રહેવા કહ્યું હતું.

કોન્ટ્રાક્ટરે કર્યું 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક 58 વર્ષીય વ્યક્તિએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી સગીરને કામ કરાવવાના બહાને તેના ઘરે લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પીડિતાએ તેની માતાને આરોપીના કૃત્ય વિશે જણાવ્યું તો માતાએ તેને ચૂપ રહેવા કહ્યું હતું. ત્યારબાદ પીડિતા તેના ઘરેથી ભાગીને ગુજરાતના સુરત પહોંચી ગઈ હતી. ત્યાં તેણે તેની આપવીતી તેની બહેનને જણાવી. પીડિતાની બહેન તેને પોલીસ પાસે લઈ ગઈ અને કેસ નોંધાવ્યો. ત્યારબાદ હવે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઘરમાં કામ કરાવવાના બહાને લઇ ગયો હતો આરોપી

આરોપી MESમાં કોન્ટ્રાક્ટર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી સગીરને ઘરમાં કામ કરાવવાના બહાને તેના ઘરે લઈ ગયો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને તેની સાથે બનેલી આ ઘટનાનો દિવસ યાદ નથી. પરંતુ પોલીસ તપાસ મુજબ, આ ઘટના ગયા વર્ષે 2021 ના સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર ની બની શકે છે. પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેણે તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું તો તેને તેની માતાએ ચૂપ રહેવા માટે કહ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પીડિતાની માતાએ આરોપી કોન્ટ્રાક્ટર પાસેથી કેટલાક હજાર રૂપિયા પણ ઉધાર લીધા હતા. માતા-પુત્રી એક વર્ષથી વધુ સમયથી કોન્ટ્રાક્ટરના સંપર્કમાં છે.

દુષ્કર્મ કેસમાં માતાની ભૂમિકાની પણ તપાસ

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી કોન્ટ્રાક્ટર સગીર સાથે છેડતી કરતો હતો. પરંતુ માતાએ તેને માત્ર ચૂપ રહેવા કહ્યું. આશંકા છે કે દુષ્કર્મ કેસમાં માતાની પણ ભૂમિકા હોઈ શકે છે. સગીરને તેની માતાએ વધારે બહાર આવવા પર રોક લગાવી દીધી હતી. જેત્યારબાદ તે 7 ફેબ્રુઆરીએ ઘરેથી ભાગી ગઈ હતી અને પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ કેસમાં પીડિતાની માતાની ભૂમિકાની તપાસ કરી રહી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago