રાજકારણ

કોંગ્રેસના નેતાઓએ વારંવાર જનતાને દગો આપ્યો અને તેમના મતોનો સોદો કર્યો: ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ટ્વીટરના માધ્યમથી કોંગ્રેસ અને ભાજપની મિલીભગતનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોએ ફરી એકવાર ભાજપ સમર્થિત ઉમેદવારને વોટ આપીને ફરી એકવાર તેણે પોતાનો અસલી ચહેરો બતાવી દીધો. આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ ખરાબ રીતે તૂટી રહી છે અને ભાજપ તેને ખરીદી રહી છે. ભ્રષ્ટ ભાજપે વારંવાર ભ્રષ્ટાચાર કરીને જનતાના પૈસાથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનું ચાલુ રાખ્યું છે.

અત્યાર સુધી ગુજરાતમાં બે પાર્ટીઓ હતી કે જેઓ ચૂંટણી લડતી હતી. જેના કારણે ભાજપને સત્તા પરથી હટાવવા માટે મતદાન કરનારા કોંગ્રેસને મત આપતા હતા. પરંતુ કોંગ્રેસના નેતાઓએ વારંવાર જનતાને દગો આપ્યો અને તેમના મતોનો સોદો કર્યો. તે પછી પણ જ્યારે એ જ લોકો ચૂંટણી લડતા ત્યારે તેઓ ફરી જીતતા હતા કારણ કે જનતા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

તેવી જ રીતે ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાતની જનતાના વિશ્વાસ સાથે વારંવાર ખેલ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાત રાજ્યને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ હવે એવું નહીં થાય કારણ કે ગુજરાતની જનતા પાસે હવે આમ આદમી પાર્ટીનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ મૌજૂદ છે. જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિમાં સક્રિય છે ત્યારથી તે સતત ભાજપ અને કોંગ્રેસને ખુલ્લા પાડી રહી છે અને તેના કારણે કોંગ્રેસ ખૂબ જ બૌખલાયેલા છે.

સતત પોતાના વોટનો સોદો થતો જોઈ ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસથી ખૂબ જ ગુસ્સે છે. અને તેના પરિણામે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ સમર્થન આપી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીએ નક્કી કરી લીધું છે કે તે જનતાના મતનો સોદો થવા દેશે નહીં અને અત્યાર સુધી જનતાને લૂંટનારાઓને પાઠ ભણાવશે. આ વખતે એવી તમામ સીટો પર જ્યાં જનતાના વોટનો સોદો થયો છે ત્યાં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત છે.

[quads id=1]

Related Articles

Back to top button