મનોરંજનલાઈફસ્ટાઈલ

કંઇક આવી છે ટીવી સિરિયલ CID ના કલાકારોની પર્સનલ લાઇફ, જીવે છે એકદમ આલિશાન જિંદગી…

ક્રાઇમ ફિક્શન શો સીઆઈડી 1998 માં શરૂ કરવામાં આવેલ એકદમ લોકપ્રિય શો હતો. જે વ્યુની દ્વષ્ટિએ પણ ટોપ 10માં શામેલ હતો. જેના લીધે મોટાભાગના લોકો આ સીરિયલના પાત્રોને સારી રીતે જાણે છે. એસીપી પ્રદ્યુમ્ન, અભિજિત અને દયા વગેરે શોના સૌથી પ્રખ્યાત પાત્રો છે પરંતુ ભાગ્યે જ લોકો આ પાત્રોના વાસ્તવિક જીવન વિશે જાણતા હશે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શિવાજી સાતમ: શોમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવનારા શિવાજી સાતમ 68 વર્ષના છે, જે બેંકમાં કેશિયર તરીકે કામ કરતા હતા. શિવાજી સાતમે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે તેમની પત્નીનું નામ અરૂણા છે અને તેમને પણ બે બાળકો છે.

દયાનંદ શેટ્ટી: સીરિયલમાં દયાની ભૂમિકા નિભાવનારા દયાનંદ શેટ્ટી પત્ની અને પુત્રી સાથે મુંબઇમાં રહે છે. દયા સિંઘમ ફિલ્મમાં પણ જોવા મળી ચૂક્યા છે.

આદિત્ય શ્રીવાસ્તવ: આ શોમાં આદિત્ય શ્રીવાસ્તવ ઈન્સ્પેક્ટર અભિજિતની ભૂમિકામાં જોવા મળે છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

દિનેશ ફડનીસ: સિરીયલમાં દિનેશ ફડનીસ કોમેડી કરતા જોવા મળે છે. આ શોમાં તે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવી રહ્યા છે. દિનેશે સરફરોશ અને મેઘા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અંશા સૈયદ: સિરિયલમાં અંશા સૈયદ સબ ઇન્સપેક્ટર પૂર્વી ની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ સિવાય તે આહટ અને લગી તુઝસે લગન જેવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે.

શ્રદ્ધા મૌસલ: શ્રદ્ધા મૌસલ આ સિરિયલમાં ડોક્ટર તારિકાની ભૂમિકામાં જોવા મળી છે. 2007 માં શ્રદ્ધાએ આ સીરિયલમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું.

[quads id=1]

Related Articles

Back to top button