ટેક્નોલોજીદેશસમાચાર

Chinese App Ban: સુરક્ષાના જોખમને કારણે 54 વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે ભારત, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chinese App Ban: સુરક્ષાના જોખમને કારણે 54 વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે ભારત, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ચીન સાથે 2020 માં થયેલ હિંસક અથડામણ પછી ભારતે પાડોશી દેશની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી હતી, તેમાં આજે 54 નામ વધુ જોડાય ગયા છે. સરકારનો દાવો છે કે આ 54 ચાઈનીઝ એપ્સથી ભારતની સુરક્ષાને ખતરો હતો. આ તમામ એપ ચીન અને અન્ય દેશોમાં ભારતીય યુઝરનો ડેટા મોકલી રહ્યા હતા.

સરકારે IT એક્ટની કલમ 69A હેઠળ આ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટાભાગે એપ્સના ક્લોન શામેલ છે જે 2020થી ભારતમાં પહેલા થી જ પ્રતિબંધિત છે. 50 વધુ પ્રતિબંધિત એપ્લિકેશનો સાથે, કુલ એપ્સની સૂચિ જે ભારત દ્વારા પ્રતિબંધિત છે જે 320 સુધી પહોંચી શકે છે.

2020 માં લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચેના તણાવ પછી સૌથી પહેલા ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતે Tiktok, UC Browser, Share It, Helo, Likee, We Chat, Beauty Plus જેવી લોકપ્રિય એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, સરકારે 47 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો, જેમાંથી મોટાભાગની કાં તો પહેલાથી જ પ્રતિબંધિત એપ્સના ક્લોન હતા અથવા તેમની સાથે મળી આવતા હતા.

સપ્ટેમ્બર 2021માં ભારતે 118 વધુ મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો જેમાં લોકપ્રિય ગેમિંગ એપ્લિકેશન PUBG પણ શામેલ હતી. આ સિવાય લિવિક, વીચેટ વર્ક, વીચેટ રીડીંગ, કેરમ ફ્રેન્ડ્સ, કેમકાર્ડ જેવી એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2020 પછી થી કુલ 270 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ 2022માં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી એપ્સની આ પહેલી ખેપ છે. નવા પ્રતિબંધમાં અગાઉ પ્રતિબંધિત એપ્સ પણ શામેલ છે, પરંતુ ક્લોન્સ તરીકે ફરીથી સામે આવી છે. તેમના પર પ્રતિબંધ લગાવવા માટે ગુગલ પ્લે સ્ટોરને આદેશ મોકલવામાં આવ્યો છે.

પ્રતિબંધિત કરવામાં આવેલ 54 એપમાં સામેલ છે આ નામ

રિપોર્ટ અનુસાર 54 એપ્સની લિસ્ટમાં Tencent, Alibaba અને ગેમિંગ ફર્મ NetEase જેવી મોટી ચાઈનીઝ કંપનીઓની એપ્સ શામેલ છે. આ ઉપરાંત Sweet Selfie HD, Beauty Camera – Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock and Dual Space Lite જેવી એપ્સ પણ તેમાં શામેલ છે.

[quads id=1]

Related Articles

Back to top button