રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત, પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની જ રહેશે કોંગ્રેસના ઉમેદવાર
દેશમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ દેશમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં પંજાબ વિધાનસભા ચુંટણીને લઈને સમાચાર સામે આવ્યા છે. પંજાબ વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના નવા ચહેરાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ નવા ચહેરાનું નામ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ દ્વારા વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને આગામી ચૂંટણીમાં પણ મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા રવિવારના લુધિયાણામાં યોજાયેલ એક રેલી દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે ચન્ની ચમકૌર સાહિબ સિવાય ભદૌર વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડવાના છે.
જ્યારે આ પહેલા જાલંધરમાં યોજાયેલી રાહુલ ગાંધીની રેલી દરમિયાન સિદ્ધુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી પદ માટેના નામની જાહેરાત કરવી જોઈએ. આ વાતને લઈને સિદ્ધુ અને ચન્ની બંને દ્વારા આ અંગે નિર્ણય લેવાની વિનંતી પણ કરવામાં આવી હતી.
આ બાબતમાં રાહુલ ગાંધી દ્વારા જવાબ આપતા લુધિયાણામાં તેમના સંબોધન દરમિયાન જણાવ્યું છે કે, ચન્નીજી ગરીબ ઘરના પુત્ર રહેલા છે. તે ગરીબીમાંથી આવ્યા છે અને ગરીબીને સારી રીતે સમજે પણ છે. તેમના લોહીમાં પંજાબ રહેલું છે. સિદ્ધુજીના લોહીમાં પણ પંજાબ રહેલું છે. ચન્નીજીની અંદર અહંકાર નથી અને તેઓ જનતાની વચ્ચે જતા હોય છે.
તેમને તેની સાથે વધુમાં જણાવ્યું હતું કે, આ પંજાબનો નિર્ણય રહેલો છે. અમે કાર્યકર્તાઓથી પૂછ્યું હતું અને પાર્ટીના ટોચના નેતાઓ સાથે આ બાબતમાં ચર્ચા પણ કરી હતી. આ તમામ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગરીબ ઘરનો મુખ્યમંત્રી હોવો જરૂરી છે. સરણજીત સિંહ ચન્ની અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેલા છે. આ જાહેરાત બાદ ચન્નીએ રાહુલ ગાંધીનો આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે, અમે બધા સાથે મળીને પંજાબ માટે કામ કરતા રહીશું. તેની સાથે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, પંજાબના મુખ્યમંત્રી પદ માટે ચરણજીત સિંહ ચન્નીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પંજાબના નવા ચેહરા રહેશે.