શું તમને ખબર છે? એક સ્ત્રી, એક રાજા અને બ્રાહ્મણ ની સૌથી મોટી તાકાત છે આ વસ્તુ. . .
આચાર્ય ચાણક્ય ની ગણતરી શ્રેષ્ઠ વિદ્વાનો મા કરવામાં આવે છે. તેમણે લખેલી ચાણક્ય નીતિ મા લગભગ તમામ સમસ્યાઓ ના સમાધાન મળી રહે છે. તેમણે આ નીતિ શાસ્ત્ર મા જીવન ને સરળતા થી કેમ જીવવું એના માટે ઘણું લખ્યું છે. ચણાકીનીતિ આજ ના સમય મા પણ ખુબ કામ લાગે એવી છે. તેમણે સ્ત્રી અને પુરુષ ના ગુણો નું વર્ણન કરતા કહ્યું છે કે જો શક્તિઓ નો વ્યવસ્થિત ઉપયોગ કરવા મા આવે તો ગમે તેવું કાર્ય પણ પાર પાડી શકાય છે.
જાણો આચાર્ય ચાણક્ય એ નીતિ શાસ્ત્ર મા બ્રાહ્મણ, સ્ત્રી, અને રાજા ની તાકાત વિશે શું લખ્યું છે?
આ શ્લોક મા ચાણક્ય કહે છે કે બ્રાહ્મણ નું જ્ઞાન તેની સૌથિ મોટી તાકાત છે. જ્ઞાન ને કારણે બ્રાહ્મણ સમાજ મા માન સન્માન મેળવી શકે છે. ચાણક્ય કહે છે કે જે બ્રાહ્મણ ને જેટલું વધારે જ્ઞાન હોય છે તેને સમાજ મા એટલું જ વધારે માન સન્માન મળે છે. હકીકત મા બધા વ્યક્તિઓ માટે અંતે જ્ઞાન જ સૌથી મોટી તાકાત છે કારણકે જયારે બધું સમાપ્ત થઇ જાય ત્યારે જ્ઞાન જ વિપરીત પરિસ્થિતિ માંથી બહાર કાઢે છે.
ચાણક્ય કહે છે સ્ત્રીઓ માટે તેમનું સૌંદર્ય અને યૌવન તેમની સૌથી મોટી તાકાત છે. આના કરતાં પણ મોટી તાકાત મધુર વાણી ને ગણવામાં આવે છે. કારણકે સમય સાથે યૌવન અને સુંદરતા નષ્ટ પામે છે પરંતુ મધુર વાણી હંમેશા માન સન્માન અપાવે છે, અને કુળ નું નામ રોશન કરે છે.
નીતિશાસ્ત્ર મુજબ રાજા નું પોતાનું બાહુબળ જ તેની સૌથી મોટી તાકાત છે. કારણકે જો ખુદ જ કમજોર હશે તો પ્રજા ની રક્ષા તો દૂર પરંતુ પોતાની રક્ષા પણ નહિ કરી શકે. અને કાયમ બીજા પર નિર્ભર રહેવું પડશે.