ધાર્મિક

કોઈ પણ પુરુષ ને આ ત્રણ પરિસ્થિતિ માં સહન કરવું પડે છે દુખ

આચાર્ય ચાણક્ય એ ભારતના મહાન વ્યક્તિમાંથી એક હતા. તેઓએ ધર્મ, રાજનીતિ,અર્થવ્યવસ્થા,સમાજના વિભિન્ન વિષયો પર પોતાના મતો રજૂ કર્યા છે. હજારો વર્ષો પહેલા તેમના દ્વારા આપેલ શિક્ષણ આજે પણ કાર્યરત છે. ગુપ્ત સામ્રાજ્યને આપેલ યોગદાન હજી લોકો ભૂલ્યા નથી. એક સાધારણ દેખાવ ધરાવતો બાળકને પોતાની બુદ્ધિ અને કૂટનીતિથી ભારતનો મહાન શાસક બનાવી દીધો હતો એમણે ઘણા મહાન ગ્રંથોની રચના કરી છે જેનું આજના સમયમાં મૂલ્ય ઘણું છે.

આચાર્ય ચાણક્ય પોતાના સમયના મહાન અર્થશાસ્ત્રી હતા. એક રાજાએ રાજ્યવ્યવસ્થા કેવી રીતે ચલાવવી જોઈએ તેનો પણ ઉલ્લેખ તેમના પુસ્તક “અર્થશાસ્ત્ર” માં છે ત્યારના સમયમાં ચાણક્યએ સામાજિક અને વ્યવહારીક જીવનના સબંધિત લોકોને ઘણી સારી વાતો બતાવી હતી જેનો ઉલ્લેખ આજે આપણને ચાણક્ય નીતિમાં જોવા મળે છે.

એટલું જ નહિ પરંતુ ચાણક્ય નીતિમાં જીવનને લગતી એવી ગુપ્ત વાતો છે જે કોઈ વ્યક્તિ સમજીને પોતાના જવનમાં ઉતારે તો તે બધી મુશ્કેલીઓથી બચી શકે છે અને હા સાથે તે જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનું મૂલ્યાંકન કરી તેમાંથી બહાર નીકળી શકે છે. તમને જણાવી ડી કે આચાર્ય ચાણક્યનું આખું જીવન સંઘર્ષમાં વીત્યું હતું પરંતુ તેમણે ક્યારેય પરિસ્થિતિને પોતાની ઉપર ભારે ન પડવા દીધી પણ તે પરિસ્થિતિમાંથી તેઓ રોજ નવી શીખ મેળવતા હતા.

પોતાના અનુભવને તેમણે સારી રીતે લોકોના હિત માટે ચાણક્યનીતિમાં રજૂ કર્યો છે. ચાણક્યનીતિમાં લખેલ વાત આજના સમયમાં પણ ઘણા અંશે ચોક્કસરૂપમાં સાબિત થાય છે. આચાર્ય ચાણક્યએ એમના ગ્રંથમાં આવી જ ત્રણ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે જે પરિસ્થિતિમાં પુરુષ ફસાયા પછી ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તો ચલો જાણીએ એવી કઈ 3 વાત છે જેને જાણ્યા પછી વ્યક્તિ તે સમસ્યામાં પડવાથી બચી શકે છે.

ચાણક્યએ આ શ્લોક દ્વારા 3 પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. આ પહેલા શ્લોક દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ વૃદ્ધ વ્યક્તિની પત્નીનું મુત્યુ થાય તો તેના માટે દુર્ભાગ્યની વાત કહેવાય છે કારણ કે વૃદ્ધાવસ્થામાં પત્ની જ પતિનો સૌથી મોટો સહારો હોય છે. પત્નીના ગયા પછી તે વ્યક્તિનું જીવન ઘણું કષ્ટ દાયક હોય છે.

આ બીજા શ્લોક દ્વારા ચાણક્યએ વ્યક્તિની બીજી અહમ વસ્તુ ધનને ગણી છે. આ ધન એક એવું છે જે વ્યક્તિનો ખરાબ સમયને સારો બનાવે છે. પરંતુ જો ધન તમારા દુશ્મનના હાથમાં ચાલ્યું જાય તો વ્યક્તિ પાયમાલ થઈ જાય છે. તમારા જીવનની આજીવિકા તો બગડે છે. સાથે તમારો દુશ્મન પણ ધનનો ઉપયોગ કરી તમને નુકશાન પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરશે.

આ ત્રીજા શ્લોક દ્વારા આચાર્ય ચાણક્ય કહેવા માંગે છે કે ત્રીજું દુખ પુરુષ માટે બીજા પર નિર્ભર રહેવું છે. વ્યક્તિને જેટલું જીવન મળ્યું છે તે જીવન એ પોતાની રીતે ત્યારે જ શાંતિથી જીવી શકે છે. જ્યારે એ પોતે આત્મનિર્ભર બને. કારણ કે બીજા પર નિર્ભર રહેવું એ તમને નબળા બનાવે છે અને સાથે આ પરિસ્થિતિમાં તમે તેમના આધીન બની દુખનો સામનો કરવો પડે છે અને આજ વાતને ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે કે કોઈના આશ્રિત સુખના સપના પર હું નિર્ભર નથી.

[quads id=1]

Related Articles

Back to top button