સ્વાસ્થ્ય

ચાના રસિયાઓ માટે આવ્યા ખરાબ સમાચાર, ગરમ ગરમ ચા પીવાથી 90% વધી શકે છે કેન્સર થવાનો ભય, જાણો…

આજના સમયમાં દરેક વ્યક્તિ ચાની ચૂસકી સાથે સવારની શરૂઆત કરે છે. જો તમને સવારે સારી અને મસાલેદાર ચા મળી જાય તો તમે ખૂબ જ ઊર્જાવાન અનુભવ કરી શકો છો. આપણે બધા જાણીએ છીએ કે ચામાં કેફીન હોવાના લીધે ઘણા ફાયદા થાય છે, પરંતુ તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે જે ચાના ઉત્સાહીઓને ચોંકાવી શકે છે. હા, તાજેતરના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ગરમ ચા પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધી જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં ભારતનો કેન્સર થવામાં આઠમો ક્રમ છે. સંશોધન મુજબ, જે લોકો દરરોજ 75 ° સે ચા પીતા હોય છે, આ લોકોનું કેન્સર થવાનું જોખમ બમણું હોય છે. જો તમે ચાના શોખીન હોય અને ગરમ ચા પીવાનું પસંદ હોય તો સાવચેત રહવું જોઈએ.

મોટાભાગના લોકો ગરમ ચા પીવાના શોખીન હોય છે. જો તમે તેમાંથી એક છો તો સાવચેત રહો. આ ગરમ ચાથી ગળામાં કેન્સર થઈ શકે છે. ઘણા લોકો એવા હોય છે કે ચા ઉતાર્યાના બે મિનિટની અંદર, કેન્સરનું જોખમ ચાર કે પાંચ મિનિટ પછી પીનારા લોકોથી પાંચ ગણું વધી જાય છે. આ અભ્યાસ લગભગ પચાસ હજાર લોકોના ચાના તાપમાને કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ચા પીવા અને કપમાં રેડવાની વચ્ચે દસ મિનિટનો તફાવત હોવો જોઈએ.

આ સંશોધનથી એ પણ બહાર આવ્યું છે કે 40 થી 75 વર્ષની વયના 50,045 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે જેઓ 60 ડિગ્રી તાપમાન અથવા તેથી વધુ તાપમાન સાથે દરરોજ 700 મિલીલીટર ચા અને કોફી પીતા હોય છે, તેઓ અન્નનળીના કેન્સરનું જોખમ 90 ટકા વધારે છે. આનો અર્થ એ કે ગરમ ચા પીનારા લોકોમાં અન્નનળીના કેન્સરનું જોખમ બમણા કરતા વધારે છે. આટલું જ નહીં, આ ભય ફક્ત ગરમ ચા પીનારાઓ માટે જ નહીં, પણ 75 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ તાપમાનવાળા દરેક પીણા, જેમ કે કોફી, હોટ ચોકલેટ વગેરે સમાન જોખમમાં છે.

અમેરિકન કેન્સર સોસાયટીના મુખ્ય લેખક ફરહદ ઇસ્લામીના જણાવ્યા અનુસાર, ઘણા લોકોને ચા, કોફી અથવા અન્ય પીણાં ગરમ ​​પીવાનો શોખ હોય છે. જો કે, સંશોધન અનુસાર વધુ પડતી ગરમ ચા પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધી જાય છે. વૈજ્ઞાનિકો માને છે કે આ મોઢા અને ગળાના અસ્તરને નુકસાન પહોંચાડે છે. સંશોધન એ એમ પણ કહ્યું છે કે જો તમે અન્નનળીના કેન્સરથી સુરક્ષિત રહેવા માંગતા હોય તો તમારે ચા છોડવાની જરૂર નથી, પરંતુ ઓછામાં ઓછી 4 મિનિટ રાહ જુઓ અને જ્યારે ચા અથવા અન્ય ગરમ ચીજો થોડી ઠંડી થાય ત્યારે જ તેનું સેવન કરો. આમ કરવાથી કેન્સર થવાનું જોખમ ઓછું થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button