ચાના રસિયાઓ માટે આવ્યા ખરાબ સમાચાર: વધુ પ્રમાણમાં ચા પીવાથી શરીર પર પડે છે ખરાબ પ્રભાવ, જાણો તેની સાઇડ ઇફેક્ટ….
દિવસની શરૂઆત ચા સાથે ન થાય તો આખા દિવસની મજા બગડી જાય છે. હા આપણા ભારતમાં ઘણા લોકો છે, જેમને સવારે ચા પીવાની ટેવ છે અને કદાચ તમે પણ આવા લોકોમાંના એક છો. ચા પીવી એ આપણી આદત બની ગઈ છે અને જ્યારે શિયાળો આવે છે, ત્યારે આ ટેવ વધુ પ્રમાણમાં વધી જાય છે અને ઘણા લોકો તેનો ઉપયોગ રોજિંદા જીવનનો થાક ઉતાળવા માટે કરે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનાથી તમારા સ્વાસ્થ્યને કેવી અસર થાય છે? જો ના, તો તમને કહી દઈએ કે વધુ પ્રમાણમાં ચા પીવાથી સ્વાસ્થયને ઘણું નુકસાન થાય છે. તમને જણાવી દઈએ કે એક કપ ચામાં 20 થી 60 મિલિગ્રામ કેફીન હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે અને તેના સેવનથી અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
પેટમાં ગેસની સમસ્યા
જો તમે ખાલી પેટ પર ચા પીતા હોવ તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તમારે હાર્ટબર્ન, પેટમાં ગેસ, ભૂખ ઓછી થવી અને પાચન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ચક્કર
જો તમને હંમેશા ચક્કર આવે છે, તો તમારે ચાનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેમાં કેફીન વધુ હોય છે અને જ્યારે તમે 400-500 મિલિગ્રામથી વધુ કેફીનનું સેવન કરો છો તો તમારું શરીર તેને સહન કરી શકતું નથી અને તમને ચક્કર આવે છે.
અનિદ્રા
ઘણા લોકોને રાત દરમિયાન ઊંઘ આવતી નથી અને તે આખી રાત પરેશાન રહે છે. આ માટે ઘણા લોકો નિંદ્રાની દવા પણ ખાય છે પરંતુ શું તમે જાણો છો કે ચા પીવાથી પણ આ સમસ્યા થઈ શકે છે અને જો તમને પણ આવી સમસ્યાથી પીડિત છો, તો તમારે વધારે ચા પીવી ન જોઇએ કારણ કે તે તમારું માનસિક સંતુલન બગાડે છે.
કિડનીની આડઅસર
કિડની એ તમારા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને જો તમે વધારે ચા પીતા હોવ તો તે તમારા માટે ખૂબ નુકસાનકારક છે અને તમારી કિડની પણ ખરાબ થઈ શકે છે.
ચાને લીધે પેટમાં બળતરા થાય છે
તમને એમ પણ કહી દઈએ કે ચા પીવાથી માણસની અંદર ચીડિયાપણું આવી જાય છે અને જ્યારે તે વધારે ચા પીવાનું શરૂ કરે છે. આ સિવાય આવા વ્યક્તિને જ્યારે ચા ન મળે તો તે ખૂબ થાકી જાય છે, જેના કારણે તે અસ્વસ્થ થઇ જાય છે.
ગર્ભાવસ્થાની સમસ્યા
આ સિવાય સગર્ભા સ્ત્રીએ વધારે ચા ન પીવી જોઇએ કારણ કે તેની તાસિર ગરમ છે અને તેનાથી મહિલાના ગર્ભાવસ્થા દરમિયાન નુકસાન થઈ શકે છે. તેથી તમારે ચા પીવાનું ટાળવું જોઈએ.