કેન્દ્ર સરકારે હવે ભિખારીઓ પર એક નેશનલ ડેટાબેઝ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે કેન્દ્ર નગરપાલિકાઓ દ્વારા હાથ ધરાયેલા રાજ્ય સ્તરીય સર્વે દ્વારા ભિખારીઓનો ડેટા એકત્રિત કરશે. શનિવારે ભિખારીઓ અને ટ્રાન્સજેન્ડરોના પુનવાસ માટેની રાષ્ટ્રીય યોજનાની શરૂઆત વખતે, સામાજિક ન્યાય મંત્રાલયે “ભિખારીઓના અપરાધીકરણ” પર ભાર મૂક્યો હતો. કેન્દ્ર સરકાર હાલના રાજ્યના કાયદાઓને દૂર કરવા માટે કેન્દ્રીય કાયદાની જરૂરિયાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય ભિખારીઓને મુખ્યધારા સાથે જોડવાનો છે.
કાયદામાં ફેરફાર પર ભાર
હકીકતમાં, ભીખ માંગવી એ રાજ્યનો વિષય છે અને હાલમાં તેને નિયંત્રિત કરવા માટે કોઈ કેન્દ્રીય કાયદો નથી. લગભગ 20 રાજ્યોમાં એવા કેટલાક કાયદા છે જે ભીખ માંગવાને ગુનોની શ્રેણીમાં રાખે છે. મોટાભાગનાં રાજ્યોમાં, આ કાયદાઓ બોમ્બે પ્રિવેન્શન ઑફ બેગિંગ એક્ટ, 1959 પર આધારિત છે. આવામાં મિનિસ્ટ્રી ઑફ સોશલ જસ્ટિસ ભીખ માંગવાને અપરાધ ગણાવતા રાજ્યના કાયદાઓમાં જરૂરી ફેરફારો કરવા પર પણ વિચાર કરી રહ્યું છે.
કેન્દ્ર સરકાર લઈને આવી રહી છે આ યોજના
કેન્દ્રીય યોજના ‘SMILE (સપોર્ટ ફોર માર્જિનલાઇજડ ઇન્ડીવિજુઅલ્સ ફોર લાઈવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ)’ શરૂ થઇ રહી છે અને માનકીકૃત સર્વેક્ષણ પ્રારૂપ નગરપાલિકાઓને ભીખ માંગવામાં શામેલ લોકોની ઓળખ કરવા સક્ષમ બનાવવા માટે તૈયાર છે.
SMILE યોજનાથી શું થશે?
SMILE યોજના હેઠળ ભિખારીઓ અને ભીખ માંગવામાં રોકાયેલા લોકોનું સંપૂર્ણ રીતે પુનવાસ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી 10 વર્ષ સુધી તેના ખાવા-પીવા, રહેવા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય પ્રશિક્ષણનો સંપૂર્ણ ખર્ચ પણ મંત્રાલય ઉઠાવશે.
ભિખારીઓના પુનવાસ પર ભાર
મિનિસ્ટ્રી ઑફ સોશલ જસ્ટિસ ભિખારીઓના પુનવાસ માટે કેન્દ્રીય કાયદા પર ભાર મુકવાની યોજના બનાવી રહ્યું છે. તેનો હેતુ ભીખ માંગનાર લોકોને મુખ્યધારા સાથે જોડવાનો છે. તેના પર એક ડ્રાફ્ટ બિલ મંત્રાલય દ્વારા પહેલા કેબિનેટને મોકલી દેવામાં આવ્યો છે.
શું કહે છે આંકડા?
સંસદમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, સૌથી ઓછા ભિખારી લક્ષદ્વીપમાં છે, જે માત્ર બે છે. પૂર્વોત્તર રાજ્યોમાં પણ તેમની સંખ્યા ઘણી ઓછી છે.
અરુણાચલ પ્રદેશમાં 114, નાગાલેન્ડમાં 124 અને મિઝોરમમાં માત્ર 53 ભિખારીઓ જ હતા, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં 22 ભિખારીઓ હતા.
જયારે, ઉત્તર પ્રદેશમાં ભિખારીઓની કુલ સંખ્યા 65,838 હતી, જેમાંથી 41,859 પુરૂષો અને 23,976 સ્ત્રીઓ હતી. જયારે બિહારમાં 29,723 ભિખારીઓ હતા, જેમાંથી 14,842 પુરૂષ અને 14,881 સ્ત્રીઓ હતી.
આસામ, મણિપુર અને પશ્ચિમ બંગાળમાં સ્ત્રી ભિખારીઓની સંખ્યા પુરૂષો કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…