નમસ્કાર મિત્રો, આજના સમયમાં કેન્સર એ હાલનો સૌથી મોટો અસાધ્ય રોગ છે. જેની સારવાર વિશ્વમાં ઘણી ખર્ચાળ છે.ઘણી વાર લાખો રૂપીયા ખર્ચતા પણ કેન્સર રોગની સામે લોકો હારી જાય છે. પણ આજે અહી અમે ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ એક નાનકડા ગામમાં જ્યાં આર્યુવેદીક ઔષધીઓથી કેન્સર ગ્રસ્ત લોકોની સારવાર કરે છે.આ સેવા માટે કોઈ શુલ્ક લેવામાં આવતું નથી.
મધ્યપ્રદેશમાં આવેલ બેતુલ જિલ્લાનું એક એવું કાન્હાવાડી ગામ જ્યાં એક આર્યુવેદીક વૈધ ભગત બાબુ લાલ જેઓ વિના મૂલ્ય કેન્સર અને અનેક બીમારીને દૂર કરી છે. જાણીએ એમના વિષે. જેઓ આજે બધી જ જગ્યાએ યૂ ટ્યુબના માધ્યમથી જાણીતા થયા છે.
એમને મળવા માટે પહેલાથી જ સમય નક્કી હોય છે. રવિવાર અને મંગળવારે સવારે ૮ વાગ્યાથી મળે છે. ત્યાં જતાં પહેલા આપણે એક ટોકન લેવાનું હોય છે. આપણો નંબર આવે પછી જવાનું. તેથી અહી દર્દી એક દિવસ આગળથી રાત્રિ રોકાણ કરે છે.દવા લેવા માટે અહીં મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચે છે.
આમ તો અહી બેતુલ જીલ્લાની ખાસિયત છે કે સતપુડાનાં જંગલોનાં પ્રાકૃતિક વાતાવરણને કારણે ચર્ચામાં છે જ પરંતુ આ જંગલોમાં કેન્સરની બિમારીને દુર કરવા બહુમૂલ્ય જડીબુટ્ટી મળતી હોવાથી તે દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય છે.
કાન્હાવાડી ગામમાં રહેતા ભગત બાબુલાલ ઘણા વર્ષોથી જડીબુટ્ટી તથા ઔષધીઓ દ્વારા કેન્સર જેવી બિમારીથી લોકોને મુક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આ સેવા કાર્ય કરતાં જ રહેશે. આ સેવા તેઓ નિશુલ્ક આપે છે. કેન્સર બિમારીના ઈલાજ માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે. દર્દીને તેમની દવા લેવાથી લાભ મળે છે, અહી રોગ મટાડવા આવનાર દર્દીની સંખ્યા વધતી જાય છે.
અહી સારવાર લેવા માટે તમારે એક દિવસ પહેલા ટોકન લેવું પડે છે કારણકે અહીયા દરરોજ હજારો લોકો આવે છે. એક દિવસમાં લગભગ હજારોથી વધારે દર્દીઓ અહીં સારવાર માટે પહોંચે છે.
ખાસ કરીને આસપાસના જિલ્લામાંથી અને રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર લેવા એક દિવસ પહેલા રાતે આવી રોકાણ કરે છે. સવાર થતાં જ તેમના ટોકન લઈને બેસી જાય છે. પોતાનો વારો આવવાની રાહ જોવે છે. ઘણીવાર ભીડ વધારે હોવાથી લગભગ ૫ થી ૬ કલાક જેટલો સમય લાગે છે.
યુ ટ્યુબના વિડીયો જોતાં તો મોટે ભાગે મુંબઈ, લખનઉ, ભોપાલ, દિલ્હી સહિત દેશભરના લોકો જેમને વિડીયો જોતાં ખબર પડે કે તરત આવી જાય છે. તે લોકો અહીયા કેન્સરમાંથી છુટકારો મેળવવાની આશા લઈને પહોંચે છે. આમ પણ અહી જે દર્દી આવી જાય છે તે ખુશ થતાં પોતાના ઘરે પરત ફરે છે. આજ કારણથી અહી હજારોની સંખ્યામાં દર્દી આવે છે. વૈધ ભગત બાબુલાલ જે જડીબુટ્ટી આપે છે તેની સાથે તેઓ અમુક પરેજી (કાળજી ) રાખવા પર વધુ ધ્યાન આપવાનું કહે છે.
કેન્સરની સારવાર દરમિયાન માંસ-મદિરા સહિત અન્ય પ્રકારનાં શાકભાજી પ્રતિબંધિત કરવાનું કહે છે કારણ કે તેના પર આ ઔષધી અસર કરતી નથી. જેનું કડક રીતે દર્દી પાલન કરે છે, ત્યારે જ આ જડીબુટ્ટી દવાની અસર થાય છે. આમ તો જે લોકોએ નિયમનું પાલન કરીને ઘણા હદ સુધી તેમાંથી છૂટકારો મેળવ્યો છે.
કહેવાય છે કે ભગત બાબુલાલ સવારથી સાંજ સુધી ઊભા રહીને જ દર્દીઓને તપાસે છે. સારવારની બાબતમાં તે એટલા શિસ્તબદ્ધ થઈ ચૂક્યા છે કે નાડી પકડીને જ તેનો ઈલાજ બતાવી દે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…