થોડા સમય પહેલા લખનઉના અવધ ચોક પર કેબ ડ્રાઈવરને થપ્પડ મારનાર યુવતી પ્રિયદર્શિની યાદવનો બીજો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે તેના પાડોશી સાથે લડી રહી છે. પ્રિયદર્શિની યાદવનો આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ તેને ફરી એક વખત ટ્રોલ કરી રહી છે. વાયરલ થઈ રહેલા પ્રિયદર્શિની યાદવના નવા વીડિયોમાં તે કાળા રંગના દરવાજા પર હંગામો મચાવતી નજર આવી રહી છે અને પાડોશી સાથે લડી રહી છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે પાડોશી સાથે અપશબ્દોમાં બોલી રહી છે અને તેના પાડોશીના કાળા દરવાજા સામે વાંધો ઉઠાવી રહી છે. વીડિયોમાં, તેઓ એમ કહેતા સાંભળ્યા છે કે તેઓ તેમના દરવાજાને કાળા રંગથી રંગી શકતા નથી. કારણ કે આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ડ્રોન ફરતા રહે છે અને આના લીધે સમગ્ર વસાહતના જીવન માટે જોખમ છે.
તે ત્યાં હાજર રહેલ પોલીસકર્મીને પણ પૂછે છે કે શું તેઓ (પડોશીઓ) તેમના ગેટને કાળા રંગથી રંગી શકે છે. તો પોલીસકર્મી જવાબમાં ના કહે છે. વીડિયોમાં પોલીસકર્મી પ્રિયદર્શિનીને ખૂબ સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પરંતુ તેમ છતાં તે વાતથી સહમત થતી નથી. પોલીસકર્મીઓ સાથે વાત કરતી વખતે, તેણીએ પાડોશી સામે પગલાં લેવાની માંગ કરી રહી છે. તે જ સમયે, તેણી તેના પાડોશી પર આરોપ લગાવી રહી છે કે તેણે તેની માતા અને બહેન સાથે દુર્વ્યવહાર કરીને કહ્યું કે તે ઓબામાની પુત્રી છે. ત્યાં હાજર બધા લોકો છોકરીની વાત સાંભળીને હસતા દેખાય રહ્યા છે. પ્રિયદર્શિની તેના પાડોશીને ગેટનો રંગ બીજો કરવા માટે કહી રહી છે.
પ્રિયદર્શિની યાદવનો વાયરલ થતો આ વીડિયો જૂનો હોવાનું કહેવાય છે.પરંતુ આ વીડિયોમાં ફરી એકવાર તે લોકો સાથે લડતી જોવા મળી રહી છે.પ્રિયદર્શિની યાદવે થોડા દિવસ પહેલા કેબ ડ્રાઈવર પર હુમલો કર્યો હતો.
થોડા સમય પહેલા જ આ હુમલાનો વીડિયો વાયરલ થયો હતો.આ વીડિયોમાં તે કેબ ડ્રાઈવરને થપ્પડ મારતી અને ગંભીર આરોપ લગાવતી જોવા મળી હતી.વીડિયો જોઈને લોકોએ પ્રિયદર્શિની યાદવની ધરપકડ કરવાની માંગ કરી હતી. જ્યારે પોલીસે આ મામલાની તપાસ કરી ત્યારે પ્રિયદર્શિની યાદવે કેબ ડ્રાઈવરને માર માર્યો હોવાના આરોપો ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, પોલીસે પ્રિયદર્શિની યાદવ સામે પણ કેસ નોંધ્યો હતો.
આ કેસ નોંધાયા બાદ પ્રિયદર્શિની યાદવે પોતાનો એક વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયોમાં તે પોતાનો ખુલાસો રજૂ કરતી જોવા મળી હતી.ખુલાસો રજૂ કરતા પ્રિયદર્શિની યાદવે કહ્યું કે તે બીમાર છે.તેને હૃદય, મગજ અને કિડનીની સમસ્યા છે. બે વર્ષથી કેટલાક લોકો તેને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અવધ ચાર રસ્તા પર લાલ સિગ્નલ હોવા છતાં, કેબ ડ્રાઈવર સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો જેના કારણે તે ટક્કર લાગી હતી અને તે ગુસ્સે થઈ ગઈ હતી.