બુલેટ પર સ્ટંટ કરીને ફેમસ થનાર “બુલેટ રાણી” વિરુદ્ધ પોલીસ રોષે ભરાઈ, પકડાવી દીધો આટલા હજારનો મેમો….
આજના આધુનિક યુગમાં લોકો ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેઓ સોશ્યલ મીડિયામાં નામ કમાવવા માટે ઘણી રીતે સ્ટંટ અને એવું વધી દુર્લભ ક્રિયાઓ કરતા હોય છે. તેઓ ફોલોવર્સ વધારવા માટે ઘણી વખત બાઈક પર સ્ટંટ કરતા હોય છે પંરતુ હવે છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ આ યાદીમાં શામેલ થઇ ગઇ છે.
તાજેતરમાં જ એક સુરતની બાઈક સ્ટંટ કરતી યુવતી વિરૂદ્ધ પોલીસ કેસ નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરી હતી. આવામાં ફરી એકવાર બીજી એક યુવતી વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો ગાઝિયાબાદનો છે, જેમાં એક છોકરી બાઈક પર સ્ટંટ કરતી નજરે પડી રહી છે. જેની પાછળ બીજી બે યુવતીઓ બેસી છે. આ વીડિયોમાં સુરક્ષા માટેના કોઈ સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને છોકરીઓએ જિમની ટીશર્ટ પહેરી છે, જેના પરથી કહી શકાય છે તેણીની સ્ટંટ દ્વારા જિમનો પ્રચાર કરે છે.
આ વીડિયોમાં સ્ટંટ કરનાર યુવતીઓના નામ અનુક્રમે શિવાંગી અને સ્નેહા છે. જેમાં તે બાઈક પર સ્ટંટ કરતા નજરે પડે છે. જેમાં તેણીની એકદમ વિચિત્ર કૃત્ય કરે છે આ પહેલા પણ શિવાંગી ના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને લોકો દ્વારા બુલેટ રાની તરીકે પણ ઓળખાય છે.
એક વીડિયોની અંદર તે હથિયાર લઈને પણ નજરે પડે છે. તેણીની કહે છે કે આ બધા જ હથિયાર ડમી છે અને તેના કોઈ નુકસાન નથી. જ્યારે તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે તેને ખુદ સામે આવીને કહ્યું હતું કે આમાં મારો વાંક છે અને મારે ચલણ ભરવું પડશે. પંરતુ આગળથી આવી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખીશ.