જાણવા જેવુંદેશ

Budget 2022: સૌથી લાંબા બજેટ ભાષણથી લઈને બુક એકાઉન્ટ સુધી, જાણો બજેટ વિશેની 10 રસપ્રદ વાતો

Budget 2022: સૌથી લાંબા બજેટ ભાષણથી લઈને બુક એકાઉન્ટ સુધી, જાણો બજેટ વિશેની 10 રસપ્રદ વાતો

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મંગળવારે દેશનું સામાન્ય બજેટ (Budget) રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાં કેટલી રાહત મળશે અને ખેડૂતો માટે શું નવી સહાય હશે તેના પર દરેકની નજર જોવા મળી રહી છે. આ ઉપરાંત મહિલાઓ અને યુવાનો માટે પણ આ બજેટમાં શું જોગવાઈઓ હશે તે પણ મહત્વની વાત છે. કોરોના મહામારીમાં પડી ભાગેલા વેપારીઓ પણ આ બજેટથી ઘણી આશા રાખી રહ્યા છે. આ દરમિયાન, લોકોને બજેટના ઈતિહાસને લઈને ઘણો રસ રહે છે, જેથી તેમને આ બજેટથી શું ફાયદો થશે, તે જાણી શકે. તો ચાલો જાણીએ બજેટના ઈતિહાસની દસ મોટી વાતો શું છે.

જો કે, બજેટ 2022 સરકારનું આ બીજું પેપરલેસ બજેટ (Budget) હશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું ચોથું બજેટ હશે. નિર્મલા સીતારમણનું દરેક બજેટ ઇતિહાસમાં નોધાવનારું રહેલ છે. ક્યારેક કોઈ પરંપરામાં ફેરફાર સાથે તેમના બજેટે ઈતિહાસ લખ્યો, તો ક્યારેક તેને સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ બનાવ્યો. જો કે હાલમાં તે તેમનું ચોથું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

1. ભારતમાં પહેલું બજેટ 7 એપ્રિલ, 1860 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સ્કોટિશ અર્થશાસ્ત્રી અને રાજનેતા જેમ્સ વિલ્સને તેને બ્રિટિશ ક્રાઉન સમક્ષ રજૂ કર્યું હતું.

2. સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ તત્કાલિન નાણામંત્રી આરકે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું.

3. નિર્મલા સીતારમણના નામે 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કરતી વખતે 2 કલાક 42 મિનિટનું સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ છે. આ સમયે તે અસ્વસ્થ અહેસાસ કરી રહી હતી.

4. મહત્તમ શબ્દોની દ્રષ્ટિએ સૌથી લાંબુ ભાષણ બજેટ ભાષણ નિર્મલા સીતારમણનું નથી. 1991માં નરસિમ્હા રાવ સરકાર હેઠળ મનમોહન સિંહે 18,650 શબ્દોનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું. 2018માં નાણામંત્રી અરુણ જેટલીના ભાષણમાં 18,604 શબ્દો હતા.

5. સૌથી નાનું બજેટ ભાષણનો રેકોર્ડ 1977માં તત્કાલિન નાણામંત્રી હિરૂભાઈ મુલજીભાઈ પટેલે બનાવ્યો હતો. તેમાં માત્ર 800 શબ્દો હતા.

6. એક રસપ્રદ હકીકત એ પણ છે કે 1999 સુધી, કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કાર્યકારી દિવસે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. આ એક બ્રિટિશ કાળની પ્રથા હતી તે ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાને સમય બદલીને સવારે 11 વાગ્યાનો કરી દીધો. અરુણ જેટલીએ તે મહિનાના છેલ્લા કામકાજના દિવસનો ઉપયોગ કરવાની ઔપનિવેશક યુગની પરંપરાને દૂર કરીને 2017માં 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું.

7. 1955 સુધી કેન્દ્રીય બજેટ અંગ્રેજીમાં રજૂ કરવામાં આવતું હતું. જો કે, કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે પાછળથી બજેટ (Budget) પેપર્સને હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં છાપવાનું નક્કી કર્યું.

8. 2017 સુધી રેલ્વે બજેટ (Budget) અને કેન્દ્રીય બજેટ અલગ-અલગ રજૂ કરવામાં આવતા હતા. આ 92 વર્ષની પ્રથા હતી. 2017 માં રેલવે બજેટને કેન્દ્રીય બજેટમાં જોડી દેવામાં આવ્યું અને એકસાથે રજૂ કરવામાં આવ્યું હતું.

9. નિર્મલા સીતારમણ 2019માં ઈન્દિરા ગાંધી પછી બજેટ રજૂ કરનાર બીજી મહિલા બની. ઈન્દિરા ગાંધીએ નાણાકીય વર્ષ 1970-71 માટે બજેટ રજૂ કર્યું હતું.

10. નિર્મલા સીતારામને બ્રીફકેસ લઇ જવાની પ્રક્રિયાને દૂર કરતા બજેટ (Budget) દસ્તાવેજો લઇ જવા માટે ‘વહી ખાતા’ ની શરૂઆત કરી. ‘વહી ખાતા’ પર રાષ્ટ્રીય ચિન્હ લાગેલ હોય છે. ગયા વર્ષથી બજેટ પેપરલેસ થઇ ગયું હતું. આ માટે કોઈ ‘વહી ખાતા’ પણ નથી. પરંતુ જે ટેબ્લેટથી નિર્મલા સીતારમણે તેમનું બજેટ ભાષણ વાંચ્યું, તે ‘વહી ખાતા’ જેવા લાલ પરબીડિયામાં લપેટેલું હતું.

જો કે આ વખતે પણ નિર્મલા સીતારમણના બજેટની રજૂ કરતા પહેલા બે પરંપરાઓ બદલાઈ ગઈ છે. તેમાં એક બજેટ (Budget) ની પ્રિન્ટિંગ શરૂ થતા પહેલા ‘હલવા વિધિ’ ખત્મ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ નાણા મંત્રાલયના અધિકારીઓને મીઠાઈના ડબ્બા આપવામાં આવ્યા. જયારે, દેશની આર્થિક સમીક્ષા હવે બે ભાગોને બદલે એક ભાગમાં જાહેર કરવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button