ટેક્નોલોજી

BSNL ના ટોપ 4G પ્લાન જે એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાને આપી રહ્યા છે ટક્કર

ભારતીય ટેલીકોમ માર્કેટમાં તેમ છતાં ત્રણ જ કંપનીઓનું વર્ચસ્વ રહેલું છે અને આ ત્રણ કંપનીઓ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા છે. જ્યારે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ની હાલત ખૂબ જ ખરાબ છે, પરંતુ BSNL ને પસંદ કરનારાઓની સંખ્યા ઓછી થઈ નથી. હજુ પણ BSNL ની વાપસી થશે તેને લોકો હજુ પણ પસંદ કરશે.

જ્યારે BSNL ના પ્લાનની સાથે અન્ય કંપનીઓની જેમ અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા મ્લેચે. BSNL ના પ્લાનની સાથે જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાની જેમ OTT પ્લેટફોર્મનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. આજે અમે BSNL ના કેટલાક 4 જી પ્લાન વિશેમાં વાત કરીશું જે પ્રાઈવેટ કંપનીઓને ટક્કર આપી રહ્યા છે. તેમ છતાં આ 4G સર્વિસ આંધ્રપ્રદેશ, તેલગાણા, કોલકાતા કેરલ અને મહારાષ્ટ્રમાં છે.

BSNL નો 298 રૂપિયાનો 4G પ્લાન
BSNL નો પ્રથમ પ્લાન STV_298 છે જેની કિંમત 298 રૂપિયા છે. આ પ્લાનની સાથે 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનની સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. આ સિવાય આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ મળશે. BSNL ના આ પ્લાનથી સાથે દરરોજ 1 GB ડેટા મળશે. આ પ્લાનની સાથે Eros Now સબસ્ક્રિપ્શન પણ મળશે. આ કિંમતમાં Airtel, Jio અથવા Vodafone Idea ની પાસે આ સુવિધાઓ વાળા કોઈ પ્લાન નથી.

BSNL નો 429 રૂપિયાનો પ્લાન
BSNL ની પાસે 429 રૂપિયાનો 4G પ્લાન પણ રહેલો છે. BSNL STV_429 સાથે 81 દિવસની વેલીડીટી મળશે. આ પ્લાન સાથે પણ બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાન સાથે 100 SMS પણ મળે છે. આ પ્લાન સાથે Zing અને BSNL ટ્યૂનનું પણ સબસ્ક્રિપ્શન પણ મળશે.

BSNL નો 599 રૂપિયાનો પ્લાન
આ કંપનીનો અંતિમ બેસ્ટ પ્લાન છે જે એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાને ટક્કર આપે છે. તેને કંપની વર્ક ફ્રોમ હોમ પ્લાન પણ કહે છે. BSNL ના આ 599 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 5 GB ડેટા મળે છે. કંપનીના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. તેમાં પણ અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS પણ મળે છે. આ પ્લાનમાં Zing એપનું સબસ્ક્રિપ્શન મળે છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago