ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSF ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. BSF એ 2.42 કરોડની કિંમતના 40 સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે. દાણચોરો ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી સોનાના બિસ્કિટ ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ 40 સોનાના બિસ્કિટનું વજન 4.6 કિલો છે.
બુધવારના લગભગ 7.45 વાગ્યેના ડોબરપારા બોર્ડર આઉટપોસ્ટના એક જવાને ડ્યુટી દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિ જોઈ હતી. જવાને તેને ઉભા રહેવાનું કહ્યું તો તે વ્યક્તિએ પોતાની પાસે રહેલ પોટલી ગીચ ઝાડીઓ ફેંકી દીધી અને તે ઈચ્છામતી નદીનો સહારો લઈને બાંગ્લાદેશ તરફ ભાગી ગયો હતો.
ત્યાં સુધીમાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તસ્કરની થેલી ખોલતાની સાથે જ તેમાંથી 40 સોનાના બિસ્કિટ મળી આવી હતા. જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટ કસ્ટમ ઓફિસ પેટ્રાપોલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે.
દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર પબ્લિક રિલેશન ઓફિસર અને ડીઆઈજી સુરજીત સિંહ ગુલેરિયાએ આ બાબતમાં જણાવ્યું છે કે, “સીમા સુરક્ષા દળ ભારત-બાંગ્લાદેશ સરહદે દાણચોરીને રોકવા માટે કડક પગલાં ભરી રહ્યું છે, જેના કારણે આવા ગુનાઓમાં સામેલ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખોટા ઈરાદા ધરાવતા દાણચોરોને છોડવામ આવશે નહીં.
તેમણે જણાવ્યું છે કે, BSF જવાનોને દાણચોરોની દરેક મોડસ ઓપરેન્ડી વિશે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે જેથી કરીને દાણચોરોની જાળ તોડી શકાય. આ જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટ પાછળ કઈ સિન્ડિકેટ ગેંગનો હાથ છે તેની માહિતી એકઠી કરવા BSF ઈન્ટેલિજન્સ લાગી ગયા છે.