સમાચાર

માતા તેના બાળકને મૂકીને બજારમાં ગઈ થોડીવાર પછી ઘરે પરત ફરી ત્યારે તેના બાળકની આ હાલત જોયને ઊડી ગયા હોશ….   

માતાપિતાએ પોતાના માસૂમ બાળકોને ક્યારેય પણ ઘરે એકલતામાં મૂકી ને બહાર ન જવું જોઈએ. આજે સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતાં એક 4 વર્ષની બહેને તેના 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું હોવાનું સામે આવ્યું છે. 

આ કિસ્સો ચોંકાવનારો સાબિત થાઈ છે. આ માસૂમ બાળકને હાલ 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના નિષ્ણાંત તબીબોને સારવાર માટે સોંપવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ બાળકની માતાએ જણાવ્યું હતું કે, “ હું મારા 2 વર્ષના દીકરા પ્રિન્સને મારી 4 વર્ષની દીકરીના ભરોસે સોંપીને બજારમાં જરૂરી સમાન લેવા ગઈ હતી. 

હું પરત ફરી ત્યારે પાડોશીએ જણાવ્યું કે તમારી દીકરીએ તેના ભાઈને બોટલમાંથી કાઢીને એસિડ પીવડાવ્યું હતું. આ સાંભળીને દીકરાની માંના હોશ ઊડી ગયા હતા. અને હવે શું કરવું તેની તેને સમજ ન પડતી હતી. ત્યારબાદ તેમના પાડોશીએ તાત્કાલિક 108 માં ફોન કર્યો હતો. 

અને બાળક ને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ તે બાળકને નિષ્ણાંત તબીબો પાસે સારવાર કરવા માટે લઈ જવાનું કહેવામાં આવ્યું છે. તેઓ મૂળ બિહારના રહેવાસી છે. આ પરિવાર 3 વર્ષ થી સુરત શહેરમાં વસવાટ કરી રહ્યું છે. 

બાળકના પિતા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. આ ઘટનાની જાણ થતાં 108 પાંડેસરા-1 પર લોકેશનની ગાડી આવી ગઈ હતી. આ બાળકની સારવાર દરમિયાન ડો. નિશા ચંદ્રા એ જણાવ્યું હતું કે બાળકની માતા જ કહે છે કે બહેને તેના ભાઈ ને એસિડ પીવાવ્યું હતું. 

જો હકીકત આ છે તો બાળકની સ્વરપેટી અને અન્ન નળીને મોટું નુકશાન થઈ શકે છે. પરંતુ હાલ બાળકને નિષ્ણાંત તબીબો પાસે રિફર કરાયું છે. આ કિસ્સો માતા-પિતા માટે ચિંતાજનક અને જાગૃતતા સમાન કહી શકાઈ છે. બાળકોને ઘરે ક્યારેઉય એકલા મૂકીને ન જવા જોઈએ અને તેને નાના ભાઈ કે બહેન ના ભરોસે પણ ન મૂકવા જોઈએ. 

તમારી આ ભૂલ તમારા બાળક માટે ક્યારે જીવલેણ સાબિત થઈ તે નક્કી હોતું નથી. હાલ આ બાળક ભાન માં છે. પરંતુ નિષ્ણાંત તબીબો તેમના અભિપ્રાય વગર કશું કહી શકે તેમ નથી. 

[quads id=1]

Related Articles

Back to top button