બોલિવૂડ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ અત્યારે દરેક જગ્યાએ છવાયેલી છે. અનુપમ ખેરે પોતાની એક્ટિંગથી બધાને એક વખત ફરીથી પોતાના દિવાના બનાવી દીધા છે. કાશ્મીર ફાઈલ્સમાં કાશ્મીરી પંડિતોની હ્રદયસ્પર્શી વાર્તા બતાવવામાં આવી છે. જેને જોઈને દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે. દરેક લોકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. પીએમ મોદીથી લઈને સામાન્ય માણસ દ્વારા કાશ્મીર ફાઇલના વખાણ કરવામાં આવ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. ફિલ્મનું પાંચમા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. ત્યાર બાદ આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. કોરોના મહામારી બાદ પાંચમાં દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશેમાં જણાવ્યું છે. પાંચમા દિવસે બોક્સ ઓફિસ કલેક્શનની બાબતમાં કાશ્મીર ફાઇલ્સે ફિલ્મ સૂર્યવંશી, ગંગુબાઈ કાઠિયાવાડી, 83 ને પાછળ છોડી દીધી છે.
પાંચમા દિવસે આટલા કરોડની કરી કમાણી
ઘ કાશ્મીર ફાઇલ્સે પાંચમા દિવસે 18 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તાનાજી અને ઉરીને પણ પાછળ છોડી દીધી છે. આ બંને ફિલ્મોએ પાંચમા દિવસે પણ 18 કરોડથી ઓછાનો બિઝનેસ કર્યો હતો. તાનાજીએ 15.28 કરોડનો બિઝનેસ કર્યો હતો અને ઉરીએ 9.57 કરોડનો બિઝનેસ કર્યો હતો.
કાશ્મીર ફાઇલ્સે પ્રથમ દિવસે 3.55 કરોડ, બીજા દિવસે 8.50 કરોડ, ત્રીજા દિવસે 15.10 કરોડ અને ચોથા દિવસે 15.05 કરોડનો બિઝનેસ કર્યો હતો. પાંચમા દિવસના કલેક્શનને સામેલ કરીને ફિલ્મે અત્યાર સુધીમાં 60 કરોડનો બિઝનેસ કરી લીધો છે.
ધ કાશ્મીર ફાઇલ્સમાં અનપુમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર અને ઘણા સેલેબ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. તાજેતરમાં વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…