ભોલેનાથ ને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ નવીન કામ કરતાં હોય છે. લોકો પોતાની કાર્યકુશળતા મુજબ ભોલેનાથ ને રાજી કરી અને પોતાની આસ્થા પ્રગટ કરતાં હોય છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા ભોલેનાથ ભક્ત ની કે જેણે કઈક અલગ જ પ્રકાર ની ભોલેનાથ ની મૂર્તિ અને શિવલીગ બનાવી છે.
આ કલાકાર નું નામ સત્યનારાયણ મહારાણા છે જે ઓડિશા ના ગંજમ જિલ્લા માં રહે છે. સત્યનારાયણ માં લાકડા અને પથર માંથી એકદમ નાની નાની ભગવાન શંકર ની મૂર્તિ અને શિવલિંગ બનવાની અદભૂત કળા છે. ગત મહાશિવરાત્રિ એ સત્યનારાયણ તેમની આ કળા ને લઈ ને ખૂબ ચર્ચા માં રહ્યા હતા. આ મૂર્તિ ઑ એટલી નાની છે કે લોકો તે જોઇ ને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
કલાકાર સત્ય નારાયણ મહારાણા શિવની મૂર્તિ ના આ શિલ્પો બનાવવા માટે પથ્થર અને લાકડાનો ઉપયોગ કરે છે. પત્થર અને લાકડા કાપીને બનાવવામાં આવેલ આ શિલ્પોનું કદ એકદમ નાનું છે.લાકડા પર કોતરવામાં આવેલા શિલ્પો ની સાઈજ 5 મીમી, 1.5 સે.મી., 2 સે.મી. અને 4.2 સે.મી. આ સિવાય, પથ્થર પર બનાવેલ લઘુચિત્રનું કદ 1.3 સે.મી છે.
કલાકાર સત્ય નારાયણે કહ્યું કે મે ભોલેનાથ ની માઇક્રો મૂર્તિબનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે મેં તેમને લાકડા (5 મીમી) અને પત્થર (1.3 સે.મી.) નો ઉપયોગ કરીને આ મૂર્તિઑ બનાવી છે. મેં પત્થરનું 7 મીમી શિવલિંગ અને લાકડાનું 3 મીમી કદનું શિવલિંગ પણ બનાવ્યું છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…