બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં કંગના તેની મુંબઈની ઓફિસ ‘મણિકર્ણિકા’ પર પહોંચી હતી, જેને ગયા વર્ષે સપ્ટેમ્બર 2020 માં BMC દ્વારા તોડી નાખવામાં આવી હતી. કંગનાએ ઓફિસ પર જોઈને જે જોયું અને જેની અનુભૂતિ કરી, તેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. ફોટામાં તમે જોઈ શકો છો કે 6 મહિના પછી, તેની ઓફિસ હજી પણ આવી સ્થિતિમાં છે. તે જ સમયે, અભિનેત્રીએ કહ્યું કે તેનું હૃદય ફરી એક વખત તૂટી ગયું છે.
કંગનાના આ શેર કરેલા ફોટામાં ઓફિસની હાલત આજે પણ એવી જ જોવા મળી રહી છે જેવી 6 મહિના પહેલા થઇ હતી. ફોટા શેર કરતાં કંગનાએ લખ્યું કે, હું મારા ઘરે મીટિંગ્સ કરું છું અને અક્ષત રનૌત જેમણે મારી સાથે મણિકર્ણિકા ફિલ્મની સ્થાપના કરી. મારી સામે નોંધાયેલા તમામ 700 કેસ તેઓ એકલા જ સંભાળી રહ્યા છે. આજે તેણે ફક્ત આગ્રહ કર્યો કે આપણે તે મીટિંગ ઓફિસમાં કરીએ પંરતુ હું હજી અહીં આવવા તૈયાર નહોતી, મારું હૃદય ફરી એક વાર તૂટી ગયું છે.
તમને જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બરના રોજ BMC એ કંગના રનૌતની મુંબઈમાં ઓફિસ તોડી હતી અને દાવો કર્યો હતો કે તે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. જે બાદ કંગના રાનાઉતે આ અંગે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટે બીએમસી કાર્યવાહીને તે જ દિવસે સ્થગિત કરી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે BMC ની કાર્યવાહી દૂષિત વલણથી કરવામાં આવી હતી. આ સાથે જ, બીએમસીએ અભિનેત્રીની ઓફિસમાં તોડફોડ કરવા બદલ નુકસાન ચૂકવવું પડ્યું હતું.
બીએમસી દ્વારા તેમની ઓફિસ ધ્વંસ કરવા પર કંગના રનૌતે લોકશાહીની હત્યા અને તોડફોડ કરનારા અધિકારીઓને બાબરની સેના તરીકે વર્ણવ્યા હતા. કંગના રનૌત ની ઓફીસ તેમનું સપનું હતું અને તેણે 48 કરોડના ખર્ચે તેને ખરીદી હતી. આ ઓફિસ લીધા પછી અભિનેત્રીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ઘરવાળાઓ આટલી મોંઘી ઓફિસ લેવા તૈયાર નહોતા પણ તેઓએ તેમનું મન મક્કમ કરીને તેની ખરીદી કરી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…