દેશ

ભાજપને નાગાલેન્ડમાંથી પ્રથમ મહિલા રાજ્યસભા સાંસદ મળ્યા, એસ ફાંગનોન કોન્યાક બિનહરીફ ચૂંટાયા

ભારતીય જનતા પાર્ટીના ફાંગનોન કોન્યાક નાગાલેન્ડથી રાજ્યસભામાં પહોંચનારી પ્રથમ મહિલા હશે. નાગાલેન્ડથી રાજ્યસભાની એક સીટ પર કોઈ પણ ઉમેદવાર દ્વારા નોમીનેશન ન ભરવાના કારણે કોન્યાકનું રાજ્યસભામાં પહોંચવું નક્કી થઈ ગયું છે. સોમવાર એટલે આજે નોમિનેશનનો છેલ્લો દિવસ હતો.

કોન્યાક શાસક યુનાઇટેડ ડેમોક્રેટિક એલાયન્સ (UDA) ની સર્વસંમતિથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી હતી અને સંસદમાં જનારી નાગાલેન્ડની પ્રથમ ભાજપા સભ્ય હશે. આ અગાઉ  નગા પીપલ્સ ફ્રન્ટ (NPF) એ UDA નો એક ભાગ હોવા છતાં ઉમેદવાર ઉભા રાખવાનો “નિશ્ચય” વ્યક્ત કર્યો હતો પરંતુ પાછળથી પીછેહઠ કરી હતી.

60 સભ્યોની વિધાનસભામાં NDPP પાસે 21 ધારાસભ્યો, NPF ના 25, BJP ના 12 અને બે અપક્ષ સભ્ય રહેલા છે. સપ્ટેમ્બર 2021 માં UDA ની રચના કરવા માટે બધાએ હાથ મિલાવ્યો હતો જેથી નગા રાજકીય સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવી શકાય. આ અગાઉ શનિવારે NPF પ્રમુખના અધ્યક્ષ શુરહોઝેલી લીઝિત્સુએ કાર્યકારી પ્રમુખ અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન થેનુચો તુનીને નોમિનેટ કરવા માટે પક્ષના ધારાસભ્યને પત્ર લખ્યો હતો.

પક્ષના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એનપીએફની કાર્યકારી સમિતિ અને વિધાન સેલ રવિવાર સુધી કોઈ નિર્ણય લઈ શક્યા નહોતા. પત્રકારો સાથેની વાતચીતમાં કોન્યાકે નામાંકન બદલ ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું છે કે, “ભાજપ એક એવી પાર્ટી છે જે મહિલાઓના સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે અને પાર્ટી પાસેથી અપેક્ષાઓ ધરાવે છે,”

[quads id=1]

Related Articles

Back to top button