ગુજરાત

ભાજપના નેતા દ્વારા સુરતના આપના નેતાને જોડવા માટે કર્યું દબાણ, ઓડિયો ક્લિપ વાયરલ

ભાજપને નેતાનો આપના ઉમેદવારને ભાજપમાં જોડાવવા માટે કરેલ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપ દ્વારા આ અગાઉ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓની સાથે કાર્યકર્તાઓને ભાજપ જોડ્યા છે. એવામાં આ વિડીયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા ભાવેશ ઝાંઝડીયા દ્વારા આપના કોર્પોરેટરને લાલચ આપવામાં આવી હતી. તેમના દ્વારા ફરી એક વખત આપના કોર્પોરેટરોને ખરીદવા માટે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જયારે આ ઓડિયો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા વાઈરલ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, કોર્પોરેશનના કોર્પોરેટરોને ભાજપ દ્વારા લાલચ આપી ભાજપમાં જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

તેની સાથે તેમને જણાવ્યું છે કે, તેમ છતાં અમારા પક્ષમાં આવા ઘણા કોર્પોરેટરો રહેલા છે જેવો ખૂબ જ પ્રામાણિક રહેલા છે. તેઓ લોકોએ મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાવેશ યુવા મોરચા સાથે સંકળાયેલા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તેમના સંપર્ક પણ સારા એવા રહેલા છે. અમારો પક્ષ આવા તત્વોને કારણે વધુ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. જ્યારે ભાવેશ ઝાંઝડીયા પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિમાં સક્રિય રહ્યા હતા. તેમના હાર્દિક પટેલ, અલ્પેશ કથેરિયા, ધાર્મિક માલવિયા અને વિષ્ણુ પટેલ સાથે તેમના સારા સંબંધો રહેલા છે.

[quads id=1]

Related Articles

Back to top button