રાજકારણ

ભાજપાની સરકાર મતલબ ભ્રષ્ટ સરકાર : AAP

શહેરમાં સ્વચ્છતા જળવાય અને વરસાદના પાણીનો નિકાલ થાય એની પૂરેપૂરી જવાબદારી શહેરના કોર્પોરેશન તંત્રની હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય, શું તંત્ર એ વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરી છે? જવાબ છે “ના”.

વડોદરા શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ખાડા નુ પ્રમાણ ખૂબ જ વધુ છે. શહેરના દરેક જાહેર રસ્તા ઉપર પડેલા ખાડાઓ તથા રસ્તા ઉપર પાણી અને લોકોના ઘરમાં પાણી ભરાઈ રહેવું એ સ્થિતિ કોર્પોરેશન તંત્રની કામગીરી ને પડકાર આપી રહ્યા હોય એવું દેખાય રહ્યું છે.

ભાજપ સરકારના મતાનુસાર વડોદરા એક સ્માર્ટ સિટી ગણાય છે પરંતુ ખરેખર શું વડોદરા સ્માર્ટ સિટી છે? વડોદરામાં વરસાદી પાણીના નિકાલ માટેની પુરતી વ્યવસ્થા છે? વડોદરાની જનતા જે ટેક્સ ભરે છે એ ટેક્સના રૂપિયા ના વળતર રૂપે શું સારા રોડ ની સુવિધા મળે છે? જવાબ છે “ના”.

આ બધી વસ્તુઓ ને ધ્યાનમાં લઈએ તો ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેવું જાણવા મળે છે. કોર્પોરેશન તંત્રની વડોદરા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી ના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.

વરસાદી પાણીના લીધે શહેરમાં રોગચાળો ફાટી નીકળે એનું જવાબદાર કોણ? જનતા દ્વારા ભાજપના ભ્રષ્ટ તંત્ર અને એક જ વિનંતી છે કે શહેર ના વિકાસ માટે આવતા પૈસા પોતાના વ્યક્તિગત વિકાસ મા ના વાપરે.આવી કઠીન પરિસ્થિતિમાં જનતાની પડખે ઉભી રહેનાર આમ આદમી પાર્ટી દ્વારા  ભાજપ સંચાલિત તંત્ર દ્વારા થયેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા તથા વડોદરા શહેરની જનતાને યોગ્ય ન્યાય અને સારી સુવિધા મળે એ માટે આજરોજ તારીખ 15/7/2022 ના દિવસે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ભાજપની તાનાશાહ સરકાર દ્વારા જનતા ખૂબ જ ત્રાસી ગઇ હોય તેમના હક માં આજે આમ આદમી પાર્ટી, વડોદરા દ્વારા વડોદરા લોકસભા પ્રમુખ મયંક શર્મા, વડોદરા શહેર પ્રમુખ પ્રતિમા વ્યાસ પટેલ, શહેર પદાધિકારીઓ, તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વડોદરા મ્યુનિસિપલ ઓફિસ નો ઘેરાવો કરીને ઓફિસને તાળું મારી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago