રાજકારણ

ખરાબ રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાક્ટરોને ભાજપ સરકાર બચાવી રહી છેઃ ઇસુદાન ગઢવી

સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે અને તેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડા ઓ અને તૂટેલા રસ્તાઓ ને કારણે ગુજરાતના લોકોને સતત રોડ અકસ્માત નો ખતરો રહે છે અને આ રસ્તાઓ સુધારવા માટે રાજ્ય સરકાર અને ભાજપ શાસિત વિવિધ મહાનગરપાલિકા ઓ દ્વારા ખૂબ જ નિરાશાજનક કામગીરી કરવામાં આવી રહી છે.

આજે સમગ્ર ગુજરાત ના રસ્તાઓ અને ગટરો ની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે પ્રિ-મોન્સુનના નામે કોઈ પણ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. એવું લાગે છે કે અધિકારીઓ અને રાજકારણીઓ પ્રિ-મોન્સુન મીટીંગ ના નામે ભ્રષ્ટાચાર કરવા માટે ભેગા થતા હતા. આજે જરૂર છે કે મહાનગરપાલિકા અને સરકાર દ્વારા રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ ભ્રષ્ટ ભાજપ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બચાવવા માં લાગેલા છે.

ભાજપનું એક જ મોડલ છે કે જે કોઈ ભ્રષ્ટ છે તેને ગમે તે ભોગે બચાવવો પડશે. તેથી જ આજે કોન્ટ્રાક્ટરો આવા નબળા રસ્તા ઓ બનાવે છે. પછી એ જ રસ્તા ઓ રિપેર કરવાના નામે લાખો કરોડો રૂપિયા પાછા ખર્ચી નાખવામાં આવે છે અને આ રસ્તા ઓ રિપેર કરવાનું કામ પણ જે ભાજપની નજીક છે એ જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે. આજે સમગ્ર ગુજરાતમાં તૂટેલા રસ્તાઓ ને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ સત્તાના નશામાં ધૂત ભાજપને ન તો લોકોનો આક્રોશ દેખાય છે કે ન તો લોકોની સમસ્યા, તેમને માત્ર તેમની સત્તા અને તેમના કોન્ટ્રાક્ટરોની સલામતીની ચિંતા છે.

શહેરમાં 2635 કિ.મી. રોડ પર વારંવાર ખોદકામ અને અન્ય સમસ્યાઓના કારણે દર વર્ષે 1000 કિ.મી. રોડ બગડે છે કે તૂટી જાય છે, તેનાથી મોંઘાદાટ વાહનોમાં ફરતા ભાજપના નેતાઓને કોઈ ફરક પડતો નથી, તમામ સમસ્યાઓ સામાન્ય પ્રજાને ભોગવવું પડે છે. સૌ જાણે છે કે દર વર્ષે વરસાદને કારણે રોડની હાલત ખરાબ થઈ જાય છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.

જેટલું બજેટ ની રકમ આપવામાં આવે છે, એટલામાં શહેરમાં VIP રોડ જેવા રસ્તા પણ બની શકે છે. પરંતુ જનતાને સુવિધા આપવાની નિયત ભ્રષ્ટ ભાજપમાં નથી. ભાજપના લોકોની ખરાબ નીતિઓ અને ઈરાદાઓને કારણે લોકો ના માથે હંમેશા અકસ્માતનો ભય રહે છે. દર વર્ષે ઈમાનદારીથી ટેક્સ ભર્યા પછી પણ ગુજરાતમાં કોઈને સારા રસ્તા મળવાનું પણ નસીબ નથી.

પરંતુ, વર્ષોથી જનતા આ બધું જોઈ રહી છે અને ભોગવી રહી છે. ગુજરાતમાં ભાજપના ખરાબ ઈરાદા હવે સૌ કોઈ જાણે છે. આ વખતે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટી જેવો સારો વિકલ્પ છે, જેણે દિલ્હીમાં જનતા માટે શ્રેષ્ઠ કામ કરીને દેશમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. એટલે આ વખતે આમ આદમી પાર્ટી ને ચૂંટીને ગુજરાતની જનતા ભાજપને સત્તા થી રોડ પર લાવશે અને ગુજરાતમાં સુશાસન સ્થાપવાનું પ્રથમ પગલું ભરશે.

[quads id=1]

Related Articles

Back to top button