રાજકારણ

ભાજપના પ્રતિનિધિ મંડળે દિલ્લીની આમ આદમી પાર્ટી પાસેથી કંઈ શીખવાને બદલે અફવાઓ ફેલાવી રહ્યું છે: ઇસુદાન ગઢવી

ભાજપના પ્રતિનિધિ મંડળે દિલ્લીની આમ આદમી પાર્ટી પાસેથી કંઈ શીખવાને બદલે અફવાઓ ફેલાવી રહ્યું છે: ઇસુદાન ગઢવી

આજે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોઘી હતી. આ દરમિયાન ઇસુદાન ગઢવીએ જણાવ્યું કહ્યું કે, ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હીની મુલાકાતે ગયું હતું ત્યારે અમને લાગ્યું કે ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાની હાલત ઘણી ખરાબ થઇ ગઈ છે, જેના કારણે ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હીની અત્યાધુનિક શાળા અને હોસ્પિટલમાંથી કંઈક શીખવા માટે ગયા હશે. જો કે દિલ્હીમાં એટલી બધી અદ્ભુત શાળાઓ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની પણ તેની મુલાકાત માટે આવી ચૂકી છે. આ ઉપરાંત દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને શિક્ષણ મંત્રીઓ પણ દિલ્હીની વ્યવસ્થા જોવા માટે આવ્યા છે.

જો કે, દિલ્હી ગયેલા ભાજપના પ્રતિનિધિ મંડળે કંઈ શીખવાને બદલે અફવાઓ ફેલાવવાનું કામ કર્યું છે. ભાજપના પ્રતિનિધિમંડળને દિલ્હીની કોઈપણ સરકારી શાળાઓમાં કોઈ ખામી મળી નથી. ભાજપના નેતાઓ IT સેલની મદદથી માત્ર અફવાઓ ફેલાવી રહ્યા છે. ભાજપના પ્રતિનિધિમંડળે ભાજપ શાસિત MCDની શાળા પણ જોવી જોઈતી હતી. ભાજપના પ્રતિનિધિમંડળે ભાજપના શાસિત MCD ની કોઈ શાખા બતાવી ન હતી. કારણ કે ભાજપના શાસનમાં MCDની શાળા ખૂબ જ ખરાબ હાલતમાં છે.

કેન્દ્રની ભાજપ સરકારના શિક્ષણ વિભાગે દિલ્હીના તમામ 6 જિલ્લાની દરેક શાળાઓને 2018-19, 2019-20માં શ્રેષ્ઠ અને 7 જિલ્લાની શાળાઓને સર્વશ્રેષ્ઠ ગ્રેડ આપીને અભિનંદન પાઠવ્યા છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ દિલ્હીથી ગુજરાત આવશે અને ગુજરાતની શાળાઓ અને હોસ્પિટલોની મુલાકાત લેશે. દિલ્હીની સરકારી શાળા અને હોસ્પિટલ એટલી શાનદાર છે કે દેશ-વિદેશના નેતાઓ પણ તેની મુલાકાત લે છે.

આ મહત્વની પત્રકાર પરિષદમાં નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી તેમજ મોરચાના પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button