સમાચાર

બિગબોસ ના આ જાણીતા કલાકાર ફસાયા ડ્રગ કેસ મા: મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ.

ડ્રગ પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની તેમજ ગાંજા ની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર ઘણી વાર સામે આવતા હોય છે. ઘણી સેલિબ્રિટી પણ આવા નીચલી કક્ષા ના કામો કરતાં હોય છે, ત્યારે હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવ્યા છે. બિગબોસ ના આ ફેમસ એક્ટર ની ડ્રગ કેસ માં એંસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈના અભિનેતા એજાઝ ખાનને મંગળવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જ પકડાયેલા કુખ્યાત ડ્રગ ના વેપારી શાદબ બટાટા ની પૂછપરછ માં આ એક્ટર નું નામ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ શહેરને નશામુક્ત કરવા માટે મુંબઈ પોલીસ દ્વારા સખ્ત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને અભિનેતા એજાઝની ડ્રગના મામલાની વાત મળી અને તરત જ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે જ્યારે એજાજ રાજસ્થાનથી મુંબઈ પાછો આવ્યો ત્યારબાદ એનસીબી એ તેમને કસ્ટડીમાં લઈ લીધા.

તમને જણાવી દઈએ કે ડ્રગ્સ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ આ કેસમાં એજાજનું નામ સામે આવ્યું હતું. આ ઇજાઝ પર બટાટા ગેંગનો ભાગ હોવાનો પણ આરોપ લગવામાં આવ્યો છે. એજાઝ ખાન પર બટાટા ગેંગનો ભાગ હોવાનો આરોપ લાગતાં એનસીબીની ટીમ એજાઝની અંધેરી અને લોખંડવાલાના ઘણા ઠેકાણાઓ પર પૂછતાછ કરી રહી છે.

એનસીબી એ શનિવારે રાત્રે મોટી કાર્યવાહી કરતા મુંબઈના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર ફારૂખ બટાટાના પુત્ર શાદાબ બટાટાની લગભગ 2 કરોડના એમડી ડ્રગ્સની સાથે ધરપકડ કરી હતી. હવે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શાદાબ સાથે પૂછપરછ પછી એજાજની ધરપકડ કરી લેવામાં આવી છે. શાદાબ બટાટાની પર બોલિવૂડ સેલેબ્સને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વિશેષમાં જણાવીએ તો ફારૂક પહેલા બટાટા વેચતો હતો અને તે દરમિયાન તે અંડરવર્લ્ડના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ તે ડ્રગ ના ધંધા માં ચાંદી ગયો. જે ધીમેધીમે મુંબઇમાં સૌથી મોટો ડ્રગ્સનો સપ્લાયર બની ગયો. અને તેના પુત્રોએ આ ડ્રગ્સનો ધંધો સંભાળી લીધો છે.

આની પહેલા પણ એજાઝ જેલમાં જઇ ચૂક્યો છે

તમને જણાવીએ તો આવું પહેલીવાર નથી બન્યું કે આ અભિનેતા આવી મુશ્કેલીમાં ફસાયો હોય. ગયા વર્ષે અભિનેતાની ફેસબૂક પર એક વિવાદિત વીડિયો પોસ્ટ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી જેમાં એજાઝ વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં બદનામી અને ખરાબ કમેન્ટ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

તે સમયે તેમની કલમ 153એ હેઠળ ધરપકડ થઈ હતી. આ પહેલા 2018માં મુંબઈમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી. તેમની બેલાપુર હોટલથી ધરપકડ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ કેસ પર એજાઝ ખાને ક્યારેય કોઈ કમેન્ટ કરી નથી.

 

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago