ધંધૂકામાં કિશન હત્યા કેસને લઈને થયો મોટો ખુલાસો, મૌલાના કમરગની મુસ્લિમ લોકો પાસેથી એક રૂપિયો લઈને ચલાવી રહ્યો હતો આ સંગઠન
ધંધૂકામાં કિશન હત્યા કેસને લઈને સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેને લઈને સતત નવા-નવા ખુલાસો સામે આવી રહ્યા છે. જ્યારે આજે આ કેસમાં ત્રણ વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમ છતાં ATS ના અધિકારીઓ દ્વારા હજી પણ પાકિસ્તાન કનેક્શન ના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેની સાથે આજે મોટો ખુલાસો થયો છે.
જ્યારે મૌલાના કમરગનીની પૂછપરછ દરમિયાન ATS ને જાણકારી પ્રાપ્ત થઈ છે કે, તે ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ નામના સંગઠન ચલાવી રહ્યો છે. તેનું લખનઉમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જ્યારે તે સંગઠન માટે કમરગની સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન પણ લઇ રહ્યો છે. આ સિવાય તેના સંગઠન TFI ના 2 જુદા-જુદા બેંક એકાઉન્ટ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે હવે તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ATS દ્વારા મૌલાનાના સંગઠનના બંને એકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, આ સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નતી. આ અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી અને ટૂંક જુ સમયમાં આ અંગે મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા રહેલી છે. જ્યારે આ કેસમાં હાલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.