તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે કોણ નથી જાણતું. તારક મહેતા કા છોટા ચશ્મા ઘણા વર્ષોથી ચાલી આવી રહેલો એપિસોડ છે, જે નાનાથી લઈને મોટા બધાને તે જોવાનું પસંદ આવે છે. ત્યારે હવે તારક મહેતા કા છોટા ચશ્માને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે હવે તારક મહેતા કા છોટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની કાર્ટૂન સિરીઝ શરૂ થવા જઈ રહી છે.
તારક મહેતા કા ઉલટા ચશ્માની આટલા વર્ષની સફળતા બાદ શો ના નિર્માતા તેનું એનિમેટેડ વર્ઝન લઈને આવ્યા છે. જે આગામી 24મીથી NETFLIX પર શરૂ થશે. જે કાર્ટૂન સિરીઝમાં આવતા હવે આ એપિસોડ નાના બાળકોને પણ વધુ પસંદ આવશે. આ શો ખાસ બાળકો માટે બનાવવામાં આવ્યો છે. આ કાર્ટૂન શોમાં દયાબેન, જેઠાલાલ, ટપ્પુ, બાપુજી, પોપટલાલ અને શોના બધા પાત્રોનું એનિમેટેડ વર્ઝન હશે.
નિર્માતાઓની સંપૂર્ણ યોજના એ છે કે આ શો દ્વારા તેમના ચાહકોનું ઘણું મનોરંજન કરવું અને તેમનો પ્રેમ મેળવવો. ત્યારે આ શોને લઈને નિર્માતાઓ ખુબ જ એકસાઈટેડ જોવા મળી હ્યા છે.
જો કે, તારક મહેતા કા ઉલટા ચશ્મા ને અત્યાર સુધીમાં તેમના ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો છે, તેવી જ રીતે હવે આ એનિમેટેડ શો “તારક મહેતા કા છોટા ચશ્મા” ને પણ તેમના ચાહકો દ્વારા મળશે.
આ એનિમેટેડ “તારક મહેતા કા છોટા ચશ્મા” સિરીઝ સોની યેય ટીવી ચેનલ પર એપ્રિલ 2021થી રિલીઝ કરવામાં આવી છે. ત્યારે હવે આ “તારક મહેતા કા છોટા ચશ્મા” કાર્ટૂન સિરીઝના 55 એપિસોડ અલગ અલગ સીઝનમાં NETFLIX પર 24 ફેબ્રુઆરી 2022થી સ્ટ્રીમ થશે.