દેશવ્યવસાયસમાચાર

યુક્રેનના સંકટ વચ્ચે તમારા ખિસ્સા પર મોટી અસર, આજથી 105 રૂપિયા મોંઘો થયો LPG સિલિન્ડર

યુક્રેનના સંકટ વચ્ચે તમારા ખિસ્સા પર મોટી અસર, આજથી 105 રૂપિયા મોંઘો થયો LPG સિલિન્ડર

દર મહિનાની 1 તારીખે એક મહિના માટે LPG Cylinder Price જાહેર કરવામાં આવે છે. જેના માટે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. અને આ બેઠકમાં તેલ અને એલપીજીની કિંમતોની વધ- ઘટનો નિર્ણય લેવામાં આવે છે. જે LPGની કિંમત પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. જયારે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની અસર આ તેલ અને એલપીજીની કિંમતો પર જોવા મળી રહી છે.

યુક્રેનના સંકટ વચ્ચે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા દર આજથી એટલે કે 1 માર્ચથી જારી કરવામાં આવ્યા છે. સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો છે. જયારે, એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થતાં જ ઘરેલુ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ શકે છે. જણાવી દઈએ કે LPG સિલિન્ડરની કિંમત ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે દર મહિને સંશોધિત કરવામાં આવે છે.

દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કર્યો છે. જયારે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે નોન-સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા મહિનાઓથી રાહત આપવામાં આવી હતી. ત્યારે હવે આવી સ્થિતિમાં ચૂંટણી પછી ગમે ત્યારે ભાવ વધારાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાણો કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધારાના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા ધંધાર્થીઓના ખિસ્સા પર વધુ અસર થશે. 19 કિલોનું એલપીજી સિલિન્ડર 1 માર્ચથી એટલે કે આજથી દિલ્હીમાં 1907 રૂપિયાના બદલે 2012 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોલકાતામાં તે હવે 1987 રૂપિયાને બદલે 2095 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં તેની કિંમત હવે 1857 રૂપિયાથી વધીને 1963 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમતો આજે 1 માર્ચ, 2022થી લાગુ થશે.

LPGની કિંમત ચેક કરવા માટે તમે રાજ્યની તેલ કંપની IOCની વેબસાઇટ પર જવું પડશે. આ લિંક (https://iocl.com/Products/IndaneGas.aspx) પર તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

[quads id=1]

Related Articles

Back to top button