રમત ગમત

T-20 ક્રિકેટમાં ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, આ મામલામાં વર્લ્ડ બધા બોલરોને છોડ્યા પાછળ

ભુવનેશ્વર કુમારે આયર્લેન્ડ સામે રમાઈ રહેલી બે મેચની સીરીઝની પ્રથમ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. T20 ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનને ચાલુ રાખતા ભુવનેશ્વર કુમારે મેચની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર આયર્લેન્ડના કેપ્ટન એન્ડ્ર્યુને પેવેલિયન પરત મોકલ્યો હતો. આ સાથે ભુવનેશ્વર કુમાર T20 ઈન્ટરનેશનલમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

ભુવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીને પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટિમ સાઉથીએ પાવરપ્લેમાં 33 વિકેટ લીધી છે. પરંતુ હવે ભુવનેશ્વર કુમારે ટી20 ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન 34 વિકેટ ઝડપી છે. વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ સ્પિનર બદ્રી 33 વિકેટ સાથે ત્રીજા સ્થાન પર છે.

તેમ છતાં ભુવનેશ્વર કુમાર મેચમાં વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો, પરંતુ તેણે ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી. ભુવનેશ્વર કુમારે 3 ઓવરના સ્પેલમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી.

તેમ છતાં આયર્લેન્ડના બેટ્સમેનોએ ભારતના બાકીના બોલરોને નિશાન બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. વરસાદથી પ્રભાવિત મેચમાં આયર્લેન્ડે ટીમ ઈન્ડિયા સામે 12 ઓવરમાં 109 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આયર્લેન્ડ તરફથી હેરીએ 64 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયાએ પોતાના બેટ્સમેનોના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા આ મુશ્કેલ ટાર્ગેટને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. દીપક હુડ્ડાએ 29 બોલમાં 47 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 24 રનની ઇનિંગ રમીને યોગ્ય પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતે 109 રનનો ટાર્ગેટ 9.2 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો.

[quads id=1]

Related Articles

Back to top button