બોલિવૂડ

‘મહાભારત’ ના ભીમનું નિધન, બીમારી અને આર્થિક તંગીથી હેરાન હતા

'મહાભારત' ના ભીમનું નિધન, બીમારી અને આર્થિક તંગીથી હેરાન હતા

બોલીવુડ થી વધુ એક દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં ભીમ નું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેની સાથે કહેવામાં આવી રહ્યું છે કે, પ્રવીણ કુમાર સોબતી ઘણા સમયથી બીમારી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. તેમણે ખેલાડી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

પ્રવીણ કુમાર સોબતીની વાત કરવામાં આવે તો તેમને ખેલાડી તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમને બોલીવુડની અનેક ફિલ્મોમાં વિલનનુ પાત્ર ભજવ્યું હતું પરંતુ બી આર ચોપરાની ‘મહાભારત’ ના તેમના ભીમના પાત્ર દ્વારા તેમને યોગ્ય ઓળખ મળી હતી. તેમને ભીમના પાત્રથી દ્વારા ઘરમાં ઘરમાં ઓળખ બનાવી હતી.

આ સિવાય તેમને અભિનય કારકિર્દી દરમિયાન અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર જેવા સુપરસ્ટાર સાથે પણ કામ કર્યું હતું. તેમણે પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1981 માં ફિલ્મ ‘રક્ષા’ થી કરી હતી. તેમાં પણ તેજ વર્ષે આવેલી ‘મેરી આવાઝ સુનો’ માં પણ પ્રવીણ કુમાર સોબતી મહત્વના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મોમાં તેમને જીતેન્દ્ર સાથે કામ કરેલું હતું. જ્યારે તે અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘શહેનશાહ’ માં પણ દેખાયા હતા.

જ્યારે પ્રવીણ કુમાર સોબતી અભિનેતાની સાથે ડિસ્કસ થ્રો એથ્લીટ પણ રહેલા હતા. તેમને એશિયન ગેમ્સમાં ચાર વખત મેડલ જીત્યું હતું. જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. તેના સિવાય ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં 1968 માં મેક્સિકો ગેમ્સ અને 1972 માં મ્યુનિક ગેમ્સનો સમાવેશ થાય છે પ્રવીણ કુમાર સોબતીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button