ચોમાસાની ઋતુ આવતાની સાથે જ ગંદકી અને પાણીના ભરાઇ જાય છે. અનેક રોગ પણ લાવે છે. ઘરની આસપાસ કે ઘરમાં વરસાદી પાણીનો ભેજ પણ લાગે છે. જેના લીધે ઘરની દીવાલ ખરાબ થાય છે અને સાથે અમુક બીમારી, જીવજંતુ પણ થાય છે તો આ ભેજને દૂર કરવાના અમુક ઉપાય છે જેના વિષે જણાવીશું.
ઘરની દીવાલ પર ભેજ લાગે તો દીવાલના પડ નીકળે તો પ્લાસ્ટિકની બોટલમાં પાણી સાથે વિનગેર મિક્સ કરી તેનો દિવલના ભાગ પર છંટકાવ કરો ત્યાર પછી કાપડથી તેને સાફ કરી નાખો આમ કરવાથી જીવજંતુ અને ગંધ પણ દૂર થશે. સૂતાં પહેલા બાથરૂમ અને ટોયલેટના ખૂણામાં બ્લીચિંગ પાવડરનો છંટકાવ કરો. તેનાથી ભેજની વાસ અને ફૂગ દૂર થઈ જશે.
વરસાદ પડ્યા પછી ઘરમાં ક્યાંક ફૂગ લાગે તો પ્લાસ્ટિકની બોટલમાં કપડાં ધોવાના પાવડરનું પાણી કરી છંટકાવ એક અઠવાડિયા સુધી કરો.લાંબા સમય સુધી જો ફૂગ દીવાલ પર રહે તો દીવાલને ફરી કલર પેન્ટ કરાવો. કલર કરવાથી ફૂગ અને ભેજ પણ નહિ લાગશે અને જીવજંતુ પણ મટી જશે. લેધરની વસ્તુઓને ચોમાસા પહેલા જ પૈક કરીને મુકી દો. તિજોરી, કબાટ, પેટી કે સૂટકેસમાં ફિનાઈલ અને કપૂરની ગોળીઓ મુકી દો.
દીવાલ પર ભેજ લાગવાથી જીવજંતુ વધુ આવતા હોય તો ખાવાનો બેકિંગ સોડાને અર્ધા ભાગનો લઈ એક લિટર પાણીમાં નાંખી છંટકાવ કરવાથી જીવજંતુ આવશે નહિ.
ભેજ લાગવાથી કે પાણી ટપકવાથી દુર્ગંધ દૂર કરવા અને ઘરમાં જીવજંતુને આવતા દૂર કરવા માટે કોઈ જૂની ટેબલેટ હોય તે ઘરના ખૂણામાં નાખવાથી જીવાત આવશે નહિ.ઘરમાં સુંગધ રાખવા માટે કપૂરની ધૂપ પણ આપી શકો છો.
ચોમાસામાં પડતાં વરસાદ દરમ્યાન જો ઘરમાં ક્યાંક બહારથી પાણી પડતું હોય તો ઘરના દરવાજા અને બારી બારણાંને ચેક કરી લેવા.જો ક્યાંકથી વરસાદી પાણી પડે તે ખબર ન પડે તો પછી તમારે તેના નિરાકરણ માટે બતાવવાની જરૂર છે.લાંબા સમય પછી ઘરને પૂરી રીતે ખરાબ થઈ જશે અને મોટી બીમારી થવાની પણ શક્યતા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…