રમત ગમતસમાચાર

એક ખેડૂત પિતાની દિવ્યાંગ દીકરીએ ટોકિયો માં મેચ જીતીને કર્યું દેશ નું નામ રોશન… 

મહેસાણા જિલ્લાનું સુઢીયા ગામ આજે ગૌરવ અનુભવી રહ્યું છે. સુઢીયા ગામની એક દિવ્યાંગ દીકરીએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું અને તેના માતા પિતાનું નામ રોશન કર્યું હતું. ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાવિના પટેલે ત્રણ રાઉન્ડમાં જ બ્રાઝિલની ખેલાડી ઓલિવિરાને હરાવી સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

અને હવે ભાવિના ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક જ પગલું દૂર રહી છે. ભાવિના પટેલ ના પિતા ખેતી સાથે જોડાયેલા છે. અને તેઓ એક કટલેરીની દુકાન ચલાવી ને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેમણે અન્ય વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લઈ ને પોતાની દીકરીનો અભ્યાસ પૂરો કરવા અમદાવાદ મોકલી હતી. 

ભાવિના પોતાના પિતાનું ભારણ ઓછું કરવા તે અમદાવાદ સિવિલમાં નોકરી કરવા લાગી હતી. અને આજે ભાવિના પટેલ પર માત્ર તેનું પરિવાર કે ગામજ નહિ પણ આખો ભારત દેશ તેના પર ગર્વ કરી રહ્યો છે. ભાવિના પટેલના પિતાને એવી ઈચ્છા હતી કે તેની દીકરી ગોલ્ડ મેડલ જીતે. અને ભાવિના એ તેના પિતાની આ ઈચ્છા પૂર્ણ કરીને બતાવી હતી. 

ભાવિના પટેલ મહેસાણા જિલ્લાના સુઢીયા ગામમાં રહે છે અને તેના પિતા એક સામન્ય ખેડૂત છે તેની સાથે આ ગામમાજ તેઓ એક નાનકડી સ્ટેશનરી અને કટલેરી ની દુકાન ચલાવે છે. અને તેના દ્વારાજ તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. ભાવિના પટેલ આજે ગોલ્ડ મેડલ જિતવાથી એક પગલું દૂર રહી ગઈ છે. 

મહત્વની વાત તો એ છે કે આ યુવતીને બાળપણથી જ પોલિયો ની અસર છે અને આ કારણે જ તેના બે પગ કામ કરી શકતા નથી. પરંતુ ભાવિના પટેલ પોતાનું મન મક્કમ રાખીને તેને સ્નાતક સુધી નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદ ખાતે તેને મૂકવામાં આવી હતી. 

જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઇને આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ને આગળ વધવાની ઇચ્છા જાગી હતી. ભાવિના પટેલ ના પિતા હસમુખ પટેલે જણાવ્યું હતું કે “મારી દીકરી પ્રથમવાર ટેબલ ટેનિસ રમીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્યારે અમારા પરિવારમાં ખૂબ ખુશી આવી હતી અને અમારી દીકરીની ઇચ્છા મુજબ સતત પ્રયત્નશીલ રહ્યા. 

આજે અમારી દીકરી દેશ લેવલે રમી રહી છે. જેનો ખૂબ જ આનંદ અમે લોકો અનુભવી રહ્યા છીએ. જોકે અમને વિશ્વાસ છે કે અમારી દીકરી ગામ અને સમગ્ર ભારત દેશનું નામ રોશન કરશે.” ભાવિના પટેલ એક સામાન્ય પરિવારમાંથી આવતી યુવતી છે. ભાવિના પટેલે અભ્યાસની સાથે સાથે સિવિલમાં ત્રણ વર્ષ સુધી દર્દીઓના કેસ લખવાનું પણ કામ કર્યું. 

 જેથી તે પોતાના પિતાને આર્થિક રીતે મદદ કરી શકે. ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસની કલાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી ગઈ છે. તેણે રાઉન્ડ ઓફ 16ના મેચ નંબર 20માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. 

ત્યારબાદ ભાવિના પટેલએ પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 13-11 અને ત્રીજી ગેમ 11-6 થી જીતી  ગઈ હતી. આ જીતની સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક પગલું નજીક આવી ગઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિનાનું પ્રફોર્મ ખુબજ શાનદાર જોવા મળ્યું છે. 

અને તે એક પછી એક તેની મેચ જીતી રહી છે. ભાવિનાની આ જીતને લઈને તેનાં માતા-પિતા ખૂબ ખુશ  થઈ ગયા છે.  અને તેઓ તેની દીકરી પર ખુબજ ગર્વ કરી રહ્યા છે. અગાઉ ભાવિના પટેલે ગ્રેટ બ્રિટનની મેગાન શેકલેટોનને 3-1થી હરાવી દીધી હતી. 

ભાવિનાએ તેની મેચ ગ્રેટ બ્રિટનના ખેલાડી સામે 11-7, 9-11, 17-15, 13-11 થી જીત પ્રાપ્ત કરી હતી. જે જીત સાથે જ તેણે આગલા રાઉન્ડ એટલે કે રાઉન્ડ ઓફ 16 માટે ટિકિટ કપાવી લીધી હતી. ત્યારબાદ આ મેચમાં ભાવિના પટેલની સારી શરૂઆતને બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની પેડલર દ્વારા આકરી ટકકર આપી હતી. 

પરંતુ ફરીથી ભાવિના પટેલે આગામી બે ગેમ્સને સારી રીતે નિયંત્રિત કરી અને તેને તેની જીતને પાકી કરી લીધી હતી. ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ લખ્યો છે. આ પ્રથમ વખત છે, જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય. બ્રાઝિલની પેડલર જોયસ ડી ઓલિવિરાને હરાવતી આ વખતે ભાવિના પટેલે કમાલ કર્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button