દેશ

ભારતીયો ની મજાક ઉડાડવી આ બે ક્રિકેટરો ને પડી શકે ભારે, થઈ શકે છે ઈન્ટરનેશનલ ક્રિકેટ માં બેન

ઈંગ્લેન્ડ ના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને મંગળવારે ઓલી રોબિન્સન ના વાયરલ ટ્વીટ્સ પર પોતાની ચુપ્પી તોડતા કહ્યું હતું કે આ મોટા વિવાદ થી અમારી ટીમ ઘણું બધું શીખશે, એક બાજુ એન્ડરસન નું આવું કહેવાનું હતું તો બીજી બાજુ ઇંગ્લેન્ડ ના કેપ્ટન ઓયન મોર્ગન અને વિકેટકીપર અને બેટ્સમેન જોસ બટલર ના જુના ટ્વીટ્સ સામે આવ્યા છે. જેમાં તેઓ પ્રશંસકો દ્વારા બોલવા માં આવી રહેલી અંગ્રેજી ભાષા નું મજાક ઉડાવતા દેખાય છે. આવા માં હવે ફેન્સે મોર્ગન અને બટલર ને પણ સસ્પેંડ કરવાની માંગ શરૂ કરી દીધી છે.

Eoin Morgan અને Jos buttler ના ચર્ચા માં આવેલા ટ્વીટ: ઓલી રોબિન્સન ના ફસ્યા બાદ હવે ઈંગ્લેન્ડ નાં કેપ્ટન આયન મોર્ગન અને વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલર નાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કરીયર પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. વાત એવી છે કે આ બંન્ને ખેલાડીઓ એ વર્ષ ૨૦૧૭ માં ટ્વિટર પર ભારતીય ફેન્સ ની અંગ્રેજી ભાષા નું મજાક ઉડાવતા કેટલાક ટ્વીટ કર્યા હતા. જેને જોયા બાદ હવે ભારતીય ફેન્સે આ બંન્ને ને પણ સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.

જો કે આ ચર્ચા માં આવેલા ટ્વિટ્સ માં એકલા ઓયન મોર્ગન અને જોસ બટલર જ હાજર નોહતા પણ ન્યુઝીલેન્ડ નાં પૂર્વ કેપ્ટન બ્રૈંડન મૈક્કુલમ પણ હાજર હતા. આ જ કારણે હવે આ ખેલાડિઓ ની વચ્ચે થયેલી વાતચીત નાં કેટલાંક ટ્વિટ્સ સોશીયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ માંગ કરી રહ્યા છે કે આ બંન્ને ખેલાડિઓ ને પણ સસ્પેન્ડ કરવામાં આવે.

ઓલી રોબિન્સન નું કરિયર ખતરા માં: વાયરલ ટ્વીટ્સ ને લઈ ને વિવાદો માં ઘેરાયેલા ઓલી રોબિન્સન નું કરિયર શરૂ થવાની સાથે જ પુરૂ થવા આવ્યુ છે. એમને ઈ.સી.બી એ સસ્પેન્ડ કરી દીધા છે. અને હજી પણ એમના ટ્વીટ્સ ની તપાસ કરવા માં આવી રહી છે. વાત એવી હતી કે વર્ષ ૨૦૧૨-૧૩ માં રોબિન્સને નસલવાદી અને સેક્સિસ્ટ ટ્વીટ કર્યા હતા અને તેના લીધે જ તેમના પર આટલી મોટી કાર્યવાહી કરવા માં આવી. તો બીજી બાજુ રોબિન્સન પર બેન લગાવવાના નિર્ણય થી ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન ખુશ નથી.

[quads id=1]

Related Articles

Back to top button