દેશ

અમેરીકા ના ડૉક્ટરે તેમની રિસર્ચ ના આધારે કોરોના થી છુટકારો મેળવવા ભારત ને ચિંધ્યા આ ત્રણ મહત્વ ના રસ્તાઓ

ભારત માં છેલ્લા એક અઠવાડિયામાં રોજ 3 લાખથી વધુ કોરોના સંક્રમણ ના કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ માં કોરોના વાયરસ પર રિસર્ચ કરી રહેલા ડૉક્ટર એન્થની ફાઉચીએ ભારત દેશ ને કોરોના વાયરસને નાથવા માટે અમુક સલાહ આપી છે. ડૉક્ટર એન્થની ફાઉચીએ ભારતમાં અમુક અઠવાડિયા સુધી લોકડાઉન કરવા માટે સૂચન કર્યું છે. આ ઉપરાંત તેમણે ભારત માં ચાલી રહેલી રસીકારણ ની પ્રક્રિયા પર પણ વાત કરી છે.

ડૉક્ટર એન્થની ફાઉચી અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રશાસનના ચીફ મેડિકલ એડવાઇઝર તરીકે ફરજ બજાવે છે. એક અંગ્રેજી સમાચાર માં છપાયેલા લેખ મુજબ, ડૉક્ટર એન્થની ફાઉચીએ આપણા દેશ માં કોરોનાને કાબૂ કરવા માટે 3 પગથિયા માં ઉપાય બતાવ્યા છે. તેમાં તાત્કાલિક, મધ્યમ અને લાંબા સમયંતર ના ઉપયોની વિષે જણાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે આ ડોક્ટરે આપેલી માહિતી વિષે વિગતવાર જોઈએ.

પ્રથમ પગથિયું: ડૉક્ટર એન્થની ફાઉચીએ જણાવ્યું કે આ કપરા સમયે લોકો એ રસી મુકાવવાની ખૂબ જરૂરિયાત છે. આા ઉપરાંત પ્રાણવાયુ ઓક્સિજન અને અન્ય ને જરૂરી મેડિકર સુવિધા ની અછત ની ફટાફટ પૂરતી કરવી જોઈએ. તે માટે એક સંયતિ કે ઇમરજન્સી ગ્રુપ રચવાની જરૂરત છે. તેમણે આગળ કહ્યું કે ઑક્સીજન સપ્લાય કી રીતે થશે, કોને વધારે જરૂરિયાત છે અને દર્દીઓ ને દવાઓ કઈ રીતે મળશે? તે માટે એક નક્કર માળખું બનાવવું જોઈએ.

બીજું પગથિયું: બીજા ચરણ માં ડૉક્ટર એન્થની ફાઉચીએ જણાવ્યું કે યુધ્ધ ના ધોરણે ઇમરજન્સી હોસ્પિટલો ઊભી કરો દેવી જોઈએ. તેમણે તે માટે ચીનનું ઉદાહરણ આપ્યું હતું. ડૉક્ટર એન્થની ફાઉચીએ ફિલ્ડ હૉસ્પિટલના મોડલ વિષે પણ જણાવ્યું હતું. પોતાનો અમેરિકાનો અનુભવ પરથી વાત કરતા તેમણે ભારતીય સેનાની મદદ લેવાની સલાહ પણ આપી છે.

ત્રીજું પગથિયું:
લાંબા સમય ના ઉપાય તરીકે ડૉક્ટર એન્થની ફાઉચીએ નિર્દેશ કર્યો કે વધારેમાં વધારે લોકોને રસીકરણ પ્રક્રિયા માં ભાગ લેવો જોઈએ. તાત્કાલિક, મધ્યમ અને લાંબી અવધિવાળા ઉપાયોને અમલ માં મૂકવાની જરૂર છે. સૌ પહેલા તાત્કાલિક ઉપાયો અમલ માં લાવો. ત્યારબાદ મધ્યમ સ્તરના ઉપાયો નો અમલ શરૂ કરો. ત્યારબાદ લાંબી અવધિવાળા ઉપાયો બાબતે વિચાર કરો. ડૉક્ટર એન્થની ફાઉચીએ ભારતમાં કોરોના ને વકરતોરોકવા માટે લોકડાઉન કરવું જરૂરી ગણાવ્યું છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago