ભાઈ સાથે વાત કરીને દર્દનાક આપવીતી જણાવ્યા બાદ પરિણીતાએ કરી આત્મહત્યા
આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક પરિણીતાની આપઘાત કર્યાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠના થામણા ગામમાં મહિલાના આપઘાત કરી લેતા રક્ષાબંધન પહેલા જ ભાઈએ બહેન ગુમાવી દીધી છે. રિપોર્ટ અનુસાર આપઘાત કરતા પહેલા બહેને ભાઈ સાથે ફોન પર 10 મિનિટ સુધી વાત કરીને પોતાની આપવાતી વ્યક્ત કરી હતી. મહિલાના આપઘાતને પગલે પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
તાજેતરની માહિતી અનુસાર, મૂળ પંચમહાલના અને હાલમાં કપડવંજ ખાતે રહેનાર પ્રવિણાબેનના લગ્ન 2012 માં થામણા ગામમાં રહેનાર મુકેશ ગોહેલ સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે સંતાનમાં બે પુત્ર પણ છે. લગ્નના એક વર્ષ બાદ સાસરીયાઓ દ્વારા કથિતરૂપથી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તેવી માહિતી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આપઘાત કરતા પહેલા પરિણીતા દ્વારા 10 મિનિટ ભાઈ સાથે ફોન પર વાત કરવામાં આવી હતી. આ દરમિયાન બહેને ભાઈને પોતાની આપવીતી જણાવ્યા બાદ ઘરમાં જ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. જ્યારે બનાવની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના ખસેડવાની સાથે આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.