જાણવા જેવું

ભગવાન ની સામે શા માટે પ્રગટાવીએ છીએ દીવા? જાણો  શું છે કારણ.

ભગવાન ની પૂજા કરતા સમયે  દીવો પ્રગટાવવા માં આવે છે. આ દીવો દેસી ઘી નો હોય છે. શાસ્ત્રો માં દેવી- દેવતાઓ ની પૂજા માં દીવો પ્રગટાવવો અનિવાર્ય હોવોનું કહેવા માં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરનાં મંદિર માં દરરોજ દીવો પ્રગટાવવા થી પરિવાર નાં લોકો નું ભાગ્ય બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભય અને શત્રુઓ થી રક્ષા માટે દર સોમવાર અને શનિવારે રાઈ ના તેલ નો દીવો પ્રગટાવવો જોઈએ. તો, પરિવાર માં સુખ-સમૃદ્ધિ બની રહે તે માટે દરરોજ બાળ ગોપાલ સામે સોમવાર અને ગુરુવારે ભગવાન વિષ્ણુ ની સામે દેસી ઘી નો દીવો કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા શુભ કાર્ય અને ધાર્મિક કાર્યક્રમો માં  તેલ કે દેશી ઘી નો દીવો પ્રગટાવીને જ ભગવાન ની આરાધના કરવી જોઈએ.

શાસ્ત્રો માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દીપક પ્રગટાવી દેવી-દેવતાઓ ની પૂજા કરવાથી બધી જ બાધાઓ દૂર થઈ જાય છે. કહેવાય છે કે દીપકનાં પ્રકાશ માં ઈશ્વર પોતે વ્યાપ્ત હોય છે. ભગવાનની આરતી કરતા સમયે  દીપક પ્રગટાવવાથી ઈશ્વર બધા જ દુ:ખ દુર કરે છે. અને જીવન ખુશિઓ થી ભરાઈ રહે છે. દીપક પ્રગટાવવાથી ઘરમાં પોઝિટીવ એનર્જી આવે છે. સુખ -શાંતિ નો વાસ થાય છે. તો આવો જાણિએ કે ભગવાનની સામે રોજ દીવો શું કામ પ્રગટાવવો જોઈએ? 

શનિ પ્રકોપ થી મળે છે મુક્તિ: રાહુ-કેતુ ના દોષથી મુક્તિ માટે સવાર-સાંજ ઘરનાં મંદિર માં અળસી નાં તેલ નો દીવો સળગાવો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી કુંડળી માં રહેલ રાહુ-કેતુ દોષ થી મુક્તિ મળે છે. સાથે જ શનિવારે રાઈ નાં તેલ નો દીવો સળગાવવાથી શનિ પ્રકોપ માંથી મુક્તિ મળે છે.

ભય પર થાય છે વિજય: જો તમને કોઈ કારણ વિના ડર લાગતો હોય, ક્યાક જવા માં તમારુ મન વિચલિત થવા લાગે છે. કે કોઈ અજાણ્યો ડર હંમેશા તમારો પીછો કરતો હોય તો સોમવાર અને શનિવારે રાઈ નાં તેલ નો દીવો જરૂર પ્રગટાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય થી બધા ડર દૂર ભાગી જાય છે. આવું કરવાથી શત્રુ તમારો વાળ પણ વાંકો નહી કરી શકે. ભૈરવ ની કૃપા થી તમારી આસપાસ હંમેશા સુરક્ષા ઘેરો બની રહેશે.

વધશે માન-સમ્માન:સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવવાં માટે ઘર નાં મંદિર માં રોજ દીપક પ્રગટાવો. શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે માન-સમ્માન અને ઈજ્જત વધારવાં માટે  રોજ સવારે સૂર્ય દેવ ને જળ અર્પણ કરવું જોઈએ. સાથે જ દેસી ઘી ના દીપક થી આરતી કરવી જોઈએ. સૂર્યદેવ તમારા અધૂરા કામ પૂરા કરવા માં મદદ કરશે.

સુખ-સમૃદ્ધિ મળે છે: દરરોજ બાળ ગોપાલ ની સામે સોમવારે અને ગુરૂવારે ભગવાન વિષ્ણુ ની સામે દેસી ઘી નાં દીપક પ્રગટાવવાથી પરિવાર માં સુખ-સમૃદ્ધિ આવેે છે. સાથે જ ઘરમાં પૈસા ની અછત થતી નથી. ૧૦૮ વાર ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્ર નો જાપ કરવાથી ઘર માં  પોઝિટીવ એનર્જી બની રહે છે. અને સુખ-શાંતિ માં અભિવૃદ્ધિ થાય છે.

આર્થિક મુશ્કેલીઓ માંથી મળશે મુક્તિ: મા લક્ષ્મી ની સામે સાત મુખી એટલે કે સાત જ્યોત વાળો દીપક પ્રગટાવવાથી ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય ધન ની બધી જ સમસ્યા ને દૂર કરશે સાથે જ અટકાયેલું ધન પણ પાછું મળી જશે. બે જ્યોત વાળો દીપક મા સરસ્વતી ની સામે પ્રગટાવવાથી બુદ્ધિ તેજ થાય છે અનેે યશ મળે છે.

ધન-ધાન્ય ની નહી રહે અછત: બુધવારનાં દિવસે ભગવાન ગણેશ ની સામે ત્રણ મુખી દેસી ઘી નો દીપક પ્રગટાવવો જોઈએ અને તેમને ડાભ નું ઘાસ ચડાવવું જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારે પણ ધન-ધાન્ય ની અછત નહીં થાય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કમાણી વધારવા અને ધન માટે ના નવા રસ્તા શોધવા માટે પણ આ ઉપાય અસરકારક સાબિત થઈ શકે છે.

 

Kashyap Prajapati

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago